કડછ ગામે આવેલ ૮૦ વર્ષ જુના વડલાનું વૃક્ષ જે વડલા નિચે મોરારી બાપુની કથા વખતે મોરારી બાપુની ઝુપડી જે વડલા નીચે કરેલી તે વડલો જળ મુળથી કાઢી નાંખતા ફરીયાદી રામભાઈ ઘેલાભાઈ જાડેજાએ તેઓને રોકતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળા – ગાળી કરી ફરીયાદીની મિલ્કતને નુકશાન કરેલ હોય તેવી ફરીયાદ તે સમયે માધવપુર પો.સ્ટે.માં કડછના પાંચ શખ્સો સામે નોંધાઈ હતી જે આરોપીઓને કોર્ટે નિદોર્ષ છોડી મુક્યા છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ ૨૦૧૬ ની સાલમાં કડછ ગામે બગસરા રોડ તરફ જતાં આવેલ માધ્યમીક સ્કુલની જમણી બાજુની પથ્થરની બનાવેલી દિવાલ અંદરના ભાગે ૮૦ વર્ષ જૂના વડલાના વૃક્ષ જે વડલા નિચે મોરારી બાપુની કથા વખતે મોરારી બાપુની ઝુંપડી જે વડલા નીચે કરેલી, તે વડલો જળ મૂળમાંથી કાઢી નાંખતા શખ્સોને ફરીયાદીએ જણાવેલ કે, મોરારી બાપુની કથા વખતે બાપુની ઝુપડી આ વડલા નિચે કરેલી છે જેથી તે ધાર્મિક વડલો હોય ન પાડવાનું જણાવેલ.
ત્યારે પાંચેય આરોપીઓએ જણાવેલ કે વડલો તો જળમૂળ માંથી કાઢી નાખવો છે તેમ કહી હીટાચી મશીન વળે વડલો કાંપવા લાગેલ જેથી આડા પડતાં આરોપી પોલા ગાંગા એ તેને બથ ભરી રોકી દુર ઢસડી ગયેલ અને હવે આડા આવો તો હીટાચી મશીનમાં કચડી મારી નાખશે તેમ જણાવેલ. અને આખે આખો વડલો હીટાચી મશીન વડે કાંપી નાખેલ, આમ ફરીયાદી રામભાઈ ઘેલાભાઈ જાડેજાએ તેઓને રોકતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળા – ગાળી કરી ફરીયાદીની મિલ્કતને નુકશાન કરેલ હોય, અને તે વૃક્ષો હીટાચી મશીન દ્વારા તોડી આશરે ૪૫૦૦૦ નું નુકશાન કરી આરોપીઓ એક દમ ઉશ્કેરાઈ જઈ, ફરીયાદીને ભુંડી ગાળો કાઢી હોવાની ફરીયાદ નોંધાવતા પોલિસે કડછ ગામમાં રહેતા આરોપીઓ જેમાં (૧) જીવા રણમલ કડછા (૨) પોલા ગાંગા કડછા (૩) ભોજા રણમલ ઓડેદરા (૪) કેશુ રમલ કડછા (૫) સતીષ બાબુ ઉર્ફે કાના કડછા, રહે. કડછ ગામ વાળાને પોલિસે પકડી કોર્ટમાં રજુ કરતાં જામીન પર મુકત કરવામાં આવેલા.
અને ત્યારબાદ તપાસ કરી આરોપીઓ વિરૂધ્ધ ગુનો બનતો હોય, પોરબંદર કોટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતાં. આરોપીઓને કોર્ટએ સમન્સ કરી હાજર રહેવા ફરજ પાડતાં આરોપીઓ તેઓના વકીલ સાથે કોર્ટમાં હાજર થયેલા અને તેઓએ કોઈ ગુન્હો કર્યા અંગેનો ઈન્કાર કરવામાં આવતાં. કેસની ટ્રાયલ ચાલતાં ફરીયાદપક્ષે ફરીયાદીથી રામભાઈ ઘેલાભાઈ જાડેજા સહીત કુલ – ૧૮ જેટલા સાથી તથા દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલા અને તે તમામની આરોપીઓના વકીલ દ્વારા ઉલટ તપાસ થતા સાચી હકીકત કોર્ટ સમક્ષ લાવવામાં આવેલ અને ત્યારબાદ બન્ને પક્ષે વકીલોની દલીલો બાદ પોરબંદરના ચિફ જયુડી. મેજી. એ ઉપરોક્ત ગુન્હાના આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હૂકમ ખુલ્લી અદાલતમાં તા. ૨૦/૦૪/૨૦૨૩ ના રોજ વાંચી, સંભળાવી જાહેર કરવામાં આવેલ.
આ કામમાં આરોપી તરફે જે.પી.ગોહેલની ઓફીસ તરફથી એડવોકેટ એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, વી.જી.પરમાર, પી.બી.પરમાર, રાહુલ એમ.શિંગરખીયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનીયા વિગેરે રોકાયેલા હતા.