પોરબંદર ના ભારવાડા ગામ નજીક કાર અને બોલેરો વચ્ચે અકસ્માત માં યુવાન નું મોત થયું છે. જયારે પરિવાર ના અન્ય લોકો ને ઈજા થતા સારવાર માં ખસેડાયા છે પોલીસે બોલેરો ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના નટવરનગર ગામે રહેતા ભરત વેજાભાઈ ગોઢાણીયા(ઉવ ૩૫) તથા પરિવાર ના અન્ય સભ્યો કાર માં રાતીયા ગામે ખરખરા ના કામે જઈ રહ્યા હતા ત્યારે ભારવાડા થી બાબડા ગામ વચ્ચે બોલેરો ચાલક દ્વારકા ના કેનેડી ગામના ભીમશી રામદે ગોજીયા (ઉવ ૩૪)એ પોતાની બોલેરો પુરઝડપે ચલાવી ભરત ની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માત માં ડ્રાઈવર સીટ ની બાજુ માં બેઠેલ તેઓના સાળા નાગાજણ જીવાભાઈ ઓડેદરા (ઉવ ૩૬)ને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું જયારે ભરત ઉપરાંત તેના પત્ની વેજીબેન (ઉવ ૩૫), માતા વાલીબેન (ઉવ ૬૦),નાગાજણ ના પત્ની રેખાબેન (ઉવ ૩૬) વગેરે ને ઈજા થતા સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
ઉપરાંત બોલેરો ચાલક ભીમશી ને પણ ઈજાઓ થતા તેને પણ સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે પોલીસે ભરતભાઈ ને ફરીયાદી બનાવી ગુન્હો નોંધ્યો છે જેમાં ભરતભાઈ એ જણાવ્યું છે તા ૨૬ ના વહેલી સવારના સાડા પાંચેક વાગ્યાના સુમારે તેઓ તથા પત્ની તથા માતા ત્રણેય જણા ભરત ના કાકાના દિકરા જયમલભાઈની કાર લઇને રાતીયા ગામે રહેતા ભરતભાઈ ના સાઢૂ મુરુભાઈ સવદાસભાઈ રાતીયાનો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો હોવાથી તેના ખરખરે જવા માટે નીકળ્યા હતા અને અને બગવદર ખાતે રહેતા ભરતભાઈ ના સાળા નાગાજણભાઈ જીવાભાઈ ઓ ડેદરા તથા તેની પત્ની રેખાબેનને પણ રાતીયા આવવાનું હોવાથી બગવદરથી તેઓને ફોરવીલમા બેસાડી રાતીયા જવા માટે નીકળ્યા હતા ફોરવીલ ભારવાડા ગામથી થોડેક આગળ આવતા બાબડા બાજુથી એક બોલેરો પીકપ ગાડી મારમાર અને પુરઝડપે આવી ફોરવીલ સાથે અથડાઇ ગયેલ જેથી આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત માં કાર ના આગળનો ભાગ ના ફૂરચા ઉડી ગયા હતા પરંતુ સદનસીબે કાર નો પાછળનો ભાગ રોડની બાજુમાં આવેલ વૃક્ષ ના થડ સાથે આવી જતા કાર રોડ ની સાઈડ માં ત્રાસી થઈ અટકી ગઈ હતી નીચે પાણીનો ભરેલ ઊંડો ખાડો હતો અને જો કાર ખાડામાં પડી હોત તો વધુ જાનહાની ની શક્યતા હતી. બનાવ ના પગલે સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી છે.
અન્ય એક બનાવ માં પોરબંદર ના કુછડી ટોલ નાકા નજીક પશુ આડું ઉતરતા બાઈક ચાલકે બ્રેક મારતા બાઈક માં પાછળ બેઠેલ યુવાન ફંગોળાઈ હતા મોત થયું હતું પોલીસે બાઈક ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના કેશવ ગામે રહેતા નાગાભાઈ રણમલભાઈ કેશવાલા (ઉ.વ.૫૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગુરુવારે રાત્રીના તેનો નાનો ભાઈ રામદેભાઇ તથા કુટુંબી ભાઈ કેશુભાઈ રામભાઈ કેશવાલા બન્ને કેશુભાઈ ના બાઈક પર પોરબંદર થી કેશવ ગામ પરત આવી રહ્યા હતા તે દરમ્યાન કુછડી ટોલનાકાની આગળ ર પહોંચતા અચાનક રસ્તા પર ઢોર આડું પડતા કેશુભાઈ એ બાઈક માં બ્રેક મારી હતી આથી રામદેભાઈ ફંગોળાઇને નીચે પડી ગયા હતા અને તેને માથના ભાગે ગંભીર ઈજા થઇ હતી.
આથી તેઓને એમ્બ્યુલન્સ મારફત પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પર ના તબીબે તેઓ ને મૃત જાહેર કર્યા હતા કેશુભાઈ એ આ અકસ્માત અંગે નાગાભાઈ ને જાણ કરતા તેઓ પણ તુરંત સિવિલ હોસ્પીટલે દોડી ગયા હતા અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી ત્યાર બાદ કેશુભાઈ સામે પોતાનું બાઈક પુર ઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી અચાનક ઢોર આડું આવતા બાઈક ની બ્રેક મારી રામદેભાઈ(ઉવ ૪૬)ને પછાડી દઈ મોત નીપજાવવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.