રાણાવાવ નજીક કાર હડફેટે બાઈક ચાલક ને ગંભીર ઈજાઓ થતા સારવાર માં ખસેડાયો છે અકસ્માત સર્જી કાર ચાલક કાર સ્થળ પર મુકી નાસી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાણાવાવ ના ભોદ ગામે રહેતા અને જીઆરડી તરીકે ફરજ બજાવતા મુક્તાબેન દેવજીભાઈ પરમાર (ઉવ-૨૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા ૧૬/૯ ના તેઓ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોકરી પર હતા. અને બપોરના દોઢેક વાગ્યે જમવા માટે ઘરે જવુ હોવાથી કાકા ના પુત્ર ઉમેશ લખમણભાઈ પરમારને ફોન કરી તેડવા માટે બોલાવ્યો હતો. અને ઉમેશ બાઈક લઇ ને તેઓને તેડવા આવતો હતો ત્યારે રાણાવાવ ટી પોઈન્ટ નજીક સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કાર પુરઝડપે બેફીકરાઇ ભરી રીતે ચલાવી ઉમેશની મોટર સાયકલને હડફેટે લઈ નિચે પછાડી દીધો હતો.
આથી તેને માથાના પાછળના ભાગે ગંભી૨ ઇજા થઇ હતી આથી તેને સારવાર માટે પ્રથમ પોરબંદર ની સરકારી હોસ્પિટલ અને બાદ માં સ્થિતી વધારે ગંભીર હોવાથી જામનગરની જી.જી.હોસ્પીટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને માથાના ભાગે બે ઓપરેશન આવ્યા છે અને હાલ તેની સારવાર ચાલુ છે. અને બેભાન હાલત માં છે અકસ્માત સર્જી કાર ચાલક કાર સ્થળ પર જ મૂકી નાસી ગયો હતો આથી કાર ચાલક સામે પોતાની કાર બેફીકરાઇભરી રીતે ચલાવી ઉમેશની મોટર સાયકલને હડફેટે લઈ નિચે પછાડી દઈ માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચાડી કાર મુકી નાસી જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.