Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં મહિલા કૌશલ્યકેન્દ્રનો પ્રારંભ કરાયો

જાણીતી સંસ્થા રીઝવાન આડતિયા ફાઉન્ડેશન ગ્લોબલ દ્વારા પોરબંદર અને જૂનાગઢ ખાતે મહિલાઓને તાલીમ આપીને સ્વરોજગારી અપાવવાના હેતુ સાથે મહિલા કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ત્યાં તાલીમ લઇને મહિલાઓ પગભર બનશે તેવો આશાવાદ દર્શાવાયો છે.

રીઝવાન આડતીયા ગ્લોબલ એ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે ભારત સહિત એશિયા અને આફ્રિકાના સાત દેશોમાં કાર્યરત છે. આજની યુવા શક્તિને હુન્નર કૌશલ્યમાં પારંગત કરીને તેમના સશક્તિકરણ માટેના મહાત્વાકાંક્ષી પ્રોજેકટના ભાગરૂપે રીઝવાન આડતીયા ફાઉન્ડેશન ગ્લોબલ દ્વારા ગુજરાતના પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં અનુક્રમે બ્યુટી એન્ડ વેલનેસ કોર્સ અને ટેલરિંગ કોર્સ માટેના મહિલા કૌશલ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ મહિલા કૌશલ્ય કેન્દ્રોના માધ્યમથી સ્થાનિક વિસ્તારના જરૂરિયાતમંદ મહિલાઓને ઉપરોકત કોર્સની ક્વોલિફાઇડ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે અને તાલીમ બાદ તેઓ સ્વતંત્ર રીતે રોજગારી મેળવતા થાય તે માટે રીઝવાન આડતીયા ગ્લોબલની ટીમ ચોક્કસ રણનીતિ દ્વારા તેઓને મદદરૂપ થશે.

ઉપરોકત બંને મહિલા કૌશલ્ય કેન્દ્રોનુ ઉદ્ઘાટન કરવામાં આવેલ. જેમાં પોરબંદરના જાણીતા સામાજિક કાર્યકર અને મહિલા અગ્રણી હિરલબા જાડેજા દ્વારા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલ તથા જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે રીઝવાન આડતીયા ફાઉન્ડેશન ગ્લોબલ કોમ્યુનીટી હોલમાં ફાઉન્ડેશન અને નારી શકિત મહિલા સંગઠન દ્વારા સંચાલીત મહિલા કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન સરપંચ જીતુભાઈ સીસોદીયા-માળીયા હાટીના દ્વારા કરવામાં આવ્યું. બંન્ને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ૨૦૦ થી વધારે સ્થાનીક મહિલાઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

આ તકે ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાયેલ તમામ લોકોએ આર.એ.એફ. ગ્લોબલની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે