મુંબઈની એક મહિલા ત્રણ વર્ષ પહેલાં માનસિક અસ્થિરતાને કારણે ઘર છોડીને ચાલી ગઈ હતી, જે પોરબંદરના રેલ્વે સ્ટેશન ઉપર મળી આવતા ૧૮૧ ની ટીમ દોડી ગઈ હતી અને તેના મુંબઈ સ્થિત પરિવારજનોનો સંપર્ક સાધીને સોંપવામાં આવતા પરિવારજનો માં ખુશી જોવા મળી હતી.
પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર મહિલાની સુરક્ષા ને ધ્યાને લઈ ફોન કરી જણાવેલ કે એક મહિલા છેલ્લા બે દિવસથી રેલ્વે સ્ટેશન પર એકલા બેઠેલા છે તો તમો મદદ માટે આવો.અભયમ ટીમ મહિલાની મદદ માટે પહોંચી મહિલાનું નામ ,સરનામું જાણેલ તેમનું કાઉન્સેલિંગ કરેલ સાંત્વના આપી, રેલ્વે પોલીસના અધિકારી સાથે વાત કરતા જણાવેલ કે, આ મહિલા બે દિવસથી અહિંયા એકલા બેઠા છે. અમો તેમની પુછપરછ કરેલ પરંતુ મહિલા જણાવતા હતા કે તે ફેમિલી સાથે આવ્યા છે.ટ્રેનની રાહે જોવે છે,પરંતુ બે દિવસ થયાને તેઓ અહિ એકલા જ મળેલા મહિલાની સાથે વાતચીત કરતા જણાવેલ કે, તેઓ અહી જ રહે છે એવુ જ જણાવતા હતા.
તેમજ ઉગ્ર સ્વભાવે બોલ બોલ કરતા હોય જેથી તેમની માનસિક સ્થિતિ સારી ન હોય તેવુ લાગતા મહિલાને પ્રોત્સાહન આપ્યુ, શાંત પાડીને તેમની સાથે વાતચીત કરતા તેઓ મુંબઈના રહેવાસી હોય તેવુ જણાવ્યુ તેઓના કુશળ કાઉન્સેલિંગ બાદ તેમને તેમના ભાઈ ના મોબાઈલ નંબર આપતા તેમની સાથે વાતચીત કરેલ તેમના દ્વારા જાણવા મળેલ કે મહિલાની માનસિક સ્થિતિ સારી ના હોય ને તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ઘરેથી નિકળી ગયેલ હોય ઘરે કોઈને કહ્યા વગર અને આજસુધી તે મળી આવેલ ન હતા જેથી તેમના ભાઈને જણાવેલ કે હાલ તમારી બહેન અમારી સાથે છે સુરક્ષીત છે. મહિલાને મહિલા પોલીસ સ્ટેશન પર લઈ ગયેલા ત્યાં પી.આઈ. સાથે મુલાકાત કરાવેલ તેમના દ્વારા મહિલા ની પુછપરછ કરેલ હાલ મહિલાની સુરક્ષાને ધ્યાને લઈ મહિલાના ફેમેલી લેવા માટે ના આવે ત્યાં સુધી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે,
જેથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાને સાત દિવસ માટે આશ્રય આપી તેમની પ્રાથમિક જરૂરીયાત પુરી પાડેલ તેમને લેવા માટે તેમના માતા તેમજ નાનાભાઈ આવતા તેમના મમ્મી સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે, મારી પુત્રીની માનસિક સ્થિતિ સારી નથી તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ઘરે થી કોઈને કહ્યા વગર નિકળી ગયેલ અમોએ તેમની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ તે મળી આવેલ નહી, વન સ્ટોપ સેન્ટર તથા ૧૮૧ ટીમ દ્વારા મહિલાને સુરક્ષિત તેમના માતા તેમજ ભાઈને સોપેલાં તેઓની પુત્રી ત્રણ વર્ષ પછી મળતા તેઓએ સખી વન સ્ટોપ સેન્ટર તથા ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કામગીરીમાં ૧૮૧ ટીમના કાઉન્સેલર મીરા માવદિયા,કોન્સ્ટેબલ કિરણ ચાવડા,ઓ.એસ.સી. સ્ટાફ સંચાલક રાજીબેન સોલંકી જોડાયા હતા