Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના સાંદીપની હરી મંદિર ખાતે દ્વિદિવસીય સંસ્કૃતિ ચિંતન યોજાશે:હોળી-ધૂળેટી ઉત્સવ ની પણ ભવ્ય ઉજવણી થશે.

સંસ્કૃતભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સતત કાર્યશીલ, શ્રીમદ ભાગવત કથા અને રામકથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદિપની વિદ્યાનિકેતન ખાતે પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં યોજાતી સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠિ અંતર્ગત આગામી ૫ અને ૬ માર્ચના દિવસે દ્વિદિવસીય સંસ્કૃતિ ચિંતનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાહિત્યના અલગ-અલગ વિષયો પર નિષ્ણાંતો ઉદબોધન કરશે. તેમજ આ ઉપક્રમમાં વિશેષરૂપે પોરબંદરનાં ગૌરવ સમાન ઇતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણનું સારસ્વત સન્માનથી ભાવપૂજન થશે.

દ્વિદિવસીય સંસ્કૃતિ ચિંતન
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં હોળી-ધૂળેટી ઉત્સવ પૂર્વે સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી અંતર્ગત સંસ્કૃતિ ચિંતનનું આયોજન તારીખ 5 અને 6 માર્ચ 2023 ના કરવામાં આવ્યું છે. આ સંસ્કૃતિ ચિંતનનું ઉદ્ઘાટનસત્ર તારીખ ૫મી માર્ચ ૨૦૨૩ ના સવારે ૧૦ થી ૧૧:30 દરમ્યાન યોજાશે. જેમાં કાર્યક્રમના પ્રારંભે પૂર્વ આઈ. એ. એસ. શ્રી ભાગ્યેશભાઇ જહા કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરશે. ત્યારબાદ શ્રી રામ માધવ “ભારત ભારતીય અને ભારતીયતા” શ્રી કુમારપાળ દેસાઈ “સાહિત્યમાંથી મૂલ્યબોધ”, વિષય પર એમના મનોભાવો રજૂ કરશે. આ ઉદ્ઘાટનસત્રમાં પૂજ્ય ભાઈશ્રી પ્રેરક ઉદ્બોધન આપશે. આ બેઠકના સમન્વયક નિયતિ અંતાણી છે.

સંસ્કૃતિ ચિંતનનું પહેલું સત્ર ૧૧:૪૫ થી ૧:૦૦ દરમ્યાન થશે. જેમાં શ્રી ભદ્રાયુ વચ્છરાજાની “ગાંધીજીમાંથી સંસ્કૃતિ બોધ”, શ્રી હસિત મહેતા “સરદારમાંથી કર્તવ્યબોધ એ વિષય પર એમના વિચારો પ્રસ્તુત કરશે. આ સત્રના સમન્વયક જે. એમ. ચંદ્રવાડીયા છે. બીજા સત્રમાં અપરાહ્ન ૪:૦૦ થી ૫:30 દરમ્યાન અમૃત ગંગર અને દ્રષ્ટિ પટેલ “ફિલ્મમાં ભારતીય પરિપ્રેક્ષ” વિષયને લઈને એમના વિચારો રજૂ કરશે. આ સત્રના સમન્વયક નિસર્ગ આહીર છે. ત્રીજા સત્રમાં સાંજે ૫:30 થી ૬:30 સુધી શ્રી જવાહર બક્ષી “નરસિંહમાં અધ્યાત્મ” એ વિષય પર ઉદબોધન કરશે. જેના સમન્વયક તરીકે હીરજી સિંચ છે. પ્રથમ દિવસના અંતિમ અને ચોથા સત્રમાં રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી કવિ સંમેલનનું આયોજન થયું છે જેના સંચાલક મિલિન્દ ગઢવી છે. જેમાં અનેક સુવિખ્યાત કવિઓ પોતાની રચનાઓ રજુ કરશે.

બીજા દિવસે તારીખ ૬ માર્ચ સોમવારના પાંચમા સત્રમાં સવારે ૧૦:૦૦ થી ૧૧:30 દરમ્યાન પોરબંદરના જાણીતા સાહિત્યકાર અને ઇતિહાસવિદ શ્રી નરોત્તમભાઇ પલાણની અધ્યક્ષતામાં શ્રી નરોત્તમભાઈ પલાણ “નવલકથા અને ઇતિહાસ”, શ્રી રમેશ મહેતા “મુનશીની નવલકથાઓ અને ઇતિહાસ” અને અજયસિંહ ચૌહાણ “દર્શકની નવલકથાઓ અને ઇતિહાસ એ વિષય પર એમના વિચારો પ્રસ્તુત કરશે. આ બેઠકના સમન્વયક શ્રી મનોજ રાવલ છે. છઠ્ઠા સત્રમાં સવારે ૧૧:30 થી ૧:૦૦ વાગ્યા સુધી શ્રી જયેન્દ્રસિંહ જાદવ “રાષ્ટ્રીય શિક્ષાનીતિ અને રાષ્ટ્રીયતા, શ્રી વી. એસ. ગઢવી “મેઘાણી અને રાષ્ટ્રીયતા” અને શ્રી બળવંત જાની “લોકસાહિત્યનો સંસ્કૃતિ બોધ” વિષય પર એમના વિચારો પ્રસ્તુત કરશે. જેમના સમન્વયક શ્રી બલરામ ચાવડા છે.

તો સાતમા સત્રમાં સાંજે ૪:૦૦ થી ૫:૦૦ દરમિયાન શ્રી સાંઈરામ દવે અને શ્રી જય વસાવડા “યુવા ઝંકૃતિ” વિષય પર એમના મનોભાવો રજૂ કરશે. આ સત્રના સમન્વયક શ્રી અશ્વિન આણદાણી છે. સાંજે ૫:30 થી ૬;30 દરમ્યાન પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાપન અને સત્કાર કાર્યક્રમ યોજાશે. જેમાં પૂજ્ય ભાઈશ્રીના કરકમલોથી પોરબંદરના ગૌરવ સમાન જાણીતા સાહિત્યકાર અને ઇતિહાસવિદ્ શ્રી નરોત્તમભાઈ પલાણનું “સારસ્વત સન્માન ૨૦૨૩૨” થી ભાવપૂજન કરવામાં આવશે. આ સમાપન અને સત્કાર સત્રના સમન્વયક શ્રી પ્રશાંત પટેલ રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સાહિત્યકારોના ઉદ્ભોધનનો લાભ લેવા સાંદીપનિ પરિવાર તરફથી નિમંત્રણ પાઠવે છે .

પૂજ્ય ભાઈશ્રીનિ ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરમાં હોળી-ધૂળેટી ઉત્સવ ઉજવાશે

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતન, શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં તા. ૦૬/૦૩/૨૦૨૩, સોમવારે હોળીઉત્સવ અને તા. ૦૭/૦૩/૨૦૨૩, મંગળવારના રોજ ધૂળેટી ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.
ફાગણ સુદ પૂનમ સોમવારના રોજ શ્રીહરિ મંદિરમાં સવારે ૮;૦૦ વાગ્યે સર્વે શિખરો પર નૂતનધ્વજારોહણ થશે. સાંજે ૬:૦૦ વાગ્યેથી ઠાકુરજી સન્મુખ હોળીના રસિયાનું ગાયન કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ૬:૩૦ થી ૭:૦૦ દરમ્યાન ઉત્સવસ્વરૂપ સર્વે વિગ્રહોની સાથે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં અબીલ, ગુલાલથી સાથે ખેલ ખેલવવામાં આવશે. ૭:૦૦ વાગ્યે સાયં આરતી સંપન્ન થશે અને ત્યારબાદ ૮:૦૦ વાગ્યે વિધિવત સંકલ્પપૂર્વક હોલિકાદહન થશે. આ તકે ઉપસ્થિત રહેનારા સર્વે હરિભક્તોને પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે પ્રસાદ વિતરણ થશે.

તા. ૦૭/૦૩/૨૦૨૩, ફૂલડોલ ઉત્સવ

તા. ૦૭/૦૩/૨૦૨૩, મંગળવાર, ધૂળેટી પર્વના દિવસે સવારે ૮:૦૦ વાગ્યે સર્વે શિખરો પર પૂજન પૂર્વક નૂતન ધ્વજારોહણ સંપન્ન થશે. ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ઠાકુરજી અને શ્રીહરિ મંદિરમાં બિરાજમાન સર્વે દેવી-દેવતાઓ સાથે પૂજ્ય ભાઈશ્રી ફૂલડોલ ઉત્સવ ઉજવશે અને એ સાથે-સાથે રસિયા ગાયન પણ થશે. પૂજ્ય ભાઈશ્રી દ્વારા બપોરે ૧૨:૦૦ કલાકે શ્રીહરિ ભગવાનની ફૂલડોલ ઉત્સવની આરતી થશે. આ સમગ્ર હોળી-ધૂળેટી પર્વનો આનંદ અને દર્શનનો લાભ લેવા માટે સાંદીપનિ, શ્રીહરિ મંદિર નિમંત્રણ પાઠવે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે