Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરની સરકારી હાઇસ્કુલના શિક્ષિકા અને બે વિદ્યાર્થીનીને લાલકિલ્લા ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી માટે નિમંત્રણ મળ્યું

દિલ્હી ખાતેના સ્વાતંત્ર પર્વ ઉજવણીના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષકો વિદ્યાર્થીઓને નિમંત્રણ મળ્યું છે. તેમાં પોરબંદરના શિક્ષિકા અને ૨ વિદ્યાર્થીનો પણ સમાવેશ થયો છે. જેના પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માં ખુશી જોવા મળે છે.

દિલ્હી ખાતેના સ્વાતંત્ર પર્વ ઉજવણીના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષકો વિદ્યાર્થીઓને નિમંત્રણ મળ્યું છે તેમાં પોરબંદરના શિક્ષિકા અને વિદ્યાર્થીનો પણ સમાવેશ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે સાથે વિવિધ કાર્યક્રમનુ પણ આયોજન કરવામા આવશે. જે માટે ગુજરાતમાંથી મહાનુભાવોને આમંત્રણ પાઠવામા આવ્યુ છે. તેમાં ગુજરાતની શાળાના અને શિક્ષકોને પણ નિમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમાં પોરબંદરની ભાવસિંહજી સરકારી હાઇસ્કુલના શિક્ષક અને બે વિદ્યાર્થીઓને નિમંત્રણ મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભરમાં આન-બાન અને શાન સાથે કરવામાં આવશે તો દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કરશે સાથે અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવશે આ અવસરે ગુજરાતીઓ પણ સહભાગી બનશે તેમાં ગુજરાતમાંથી પસંદ કરવામાં આવેલી શાળાના ૨૦ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ નિમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમાં પોરબંદરની ભાવસિંહજી સરકારી હાઇસ્કુલનો સમાવેશ થયો છે. પોરબંદર જીલ્લામાં એક માત્ર ભાવસિંહજી સરકારી હાઇસ્કુલની પસંદગી કરવામાં આવી છે. આ હાઇસ્કુલના શિક્ષિકા પુજાબેન રાજા અને વિદ્યાર્થીઓમાં સૃષ્ટિ જગતીયા અને રક્ષિત પાણખણીયાને દિલ્હી પરેડ માટે નિમંત્રણ મળ્યુ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્રારા નિમંત્રણ પાઠવામાં આવ્યુ છે.

શિક્ષિકા અને વિદ્યાર્થીઓ અહીં તા. ૧૩ ઓગસ્ટના રોજ પોરબંદરથી ટ્રેન મારફત દિલ્હી જશે અને તા. ૧૫ ઓગસ્ટના રોજ પરેડમાં હાજરી આપશે ત્યાર બાદ વડાપ્રધાનશ્રી સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુલાકાત કરશે તે અવસર પણ મળશે .આ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓને એનસીઆરટી ભવન તેમજ સંભવતઃ સાંસદ ભવનની મુલાકાત ઉપરાંત અલગ-અલગ કચેરીની મુલકાતે લઇ જવામાં આવશે તેમ ભાવસિંહજી સરકારી હાઇસ્કુલના શિક્ષિકા પુજાબેન રાજાએ જણાવ્યુ હતુ.દિલ્હી પરેડ માટે પોરબંદર ભાવસિંહજી સરકારી હાઇસ્કુલની પસંદગી કરવામાં આવતા જીલ્લા શિક્ષણા અધિકારી વિનોદ પરમાર અને હાઇસ્કુલના આચાર્ય નમ્રતાબા વાઘેલા તેમજ શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લખનીય છે કે નિમંત્રણ મળ્યુ છે તે શિક્ષિકા અને વિદ્યાર્થીઓએ બે માસ પૂવે વડનગર ખાતે વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળાના કાર્યક્રમમાં મૂલ્ય શિક્ષણ પ્રેરણા માટે ખાસ પસંદગી પામ્યા હતા. સાત દિવસ સુધી તેમણે અનુભાવાત્મક શિક્ષણનુ જ્ઞાન મેળવ્યુ હતુ. હવે દિલ્હી ખાતે ઉજવણીમાં ભાગ લેવા માટે જશે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે