હાલ માં ઓખા અને દ્વારકા વિસ્તાર માં ડોલ્ફિન અંગે સર્વેક્ષણ અને ગણતરી ચાલી રહી છે. ત્યારે તેમાં પોરબંદર થી માધવપુર સુધીના દરિયાઈ વિસ્તાર નો પણ સમાવેશ કરવા માંગ ઉઠી છે.
હાલ માં તા ૧૨ થી ૧૪ ડીસેમ્બર સુધી ઓખા અને દ્વારકા માં ડોલ્ફિન અંગે સર્વેક્ષણ અને ગણતરી નું આયોજન કરાયું છે. રાજ્ય માં પ્રથમ વખત આ પ્રકાર નું આયોજન કરાયું છે. ત્યારે તેમાં પોરબંદર થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી નો પણ સમાવેશ કરવો જરૂરી બન્યો છે. કારણકે આ વિસ્તાર માં પણ મોટી સંખ્યા માં ડોલ્ફિન વસવાટ કરે છે. અને શિયાળા માં તો અવારનવાર ડોલ્ફિન ની ઉછળકૂદ દરિયાકાંઠા પર થી પણ નિહાળી શકાય છે. તો માછીમારો ને પણ દરિયા માં અવારનવાર ડોલ્ફિન દેખાતી હોય છે. ત્યારે અહી સર્વે કરવામાં આવે તો અહી પણ મોટી સંખ્યા માં ડોલ્ફિન મળી આવે તેમ છે.