રાણાવાવ માં એક યુવાને પોતાના ઘર પાસે બપોરે બાઈક પાર્ક કર્યું હતું અને ભૂલથી ચાવી તેમાં જ ભૂલી ગયો હોવાથી કોઈ આસાનીથી આ બાઈક ચોરીને લઈ ગયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે ગણતરી ની કલાકો માં જ બાઈક ચોર ને ઝડપી લીધો છે.
રાણાવાવ ગામે મોટા રબારી કેડામાં કાલા હનુમાન મંદિર પાસે રહેતા અને છૂટક ડ્રાઇવિંગ નો ધંધો કરતા જીવા ભીખુ મકવાણા એ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ૧ ઓગસ્ટે બપોરે પોતાનું બાઈક લઈને ગામમાં ગયો હતો. અને બપોરે ૨ વાગ્યે ઘરે પરત આવ્યો. ત્યારે ડેલાની બહાર ફળિયામાં બાઈક રાખ્યું હતું .અને ચાવી પણ બાઈકમાં ભૂલથી રહી ગઈ હતી. ત્યાર પછી જમીને સાડા ત્રણ વાગ્યે બહાર નીકળ્યો ત્યારે તેનું બાઈક ગુમ થઈ ગયું હતું. આથી તપાસ કરવા છતાં પત્તો મળ્યો ન હતો માટે અંતે 15000 રૂપિયાનું બાઈક કોઈએ ચોરી લીધા ની ફરિયાદ નોંધાવી હતી.
જે મામલે પોલીસ ટીમ તપાસમાં હતી તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ મોટર સાયકલ લઈ એક શખ્શ ધ્રુબકાનેશના પાટીયા પાસે રોડ પરથી પસાર થનાર છે. જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ વોચ તપાસમાં રહેતા ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક શખ્શ નીકળતા તેને રોકાવી પૂછપરછ કરતા તેની પાસે ચોરીમાં ગયેલ બાઈક હોવાનું સામે આવ્યું હતું. આથી બાઈક ચાલક કાનજી રાણાભાઈ રાઠોડ રહે. વાગડીયાવાસ, રાણાવાવ ની આકરી પુછપરછ કરતા મોટરસાયકલ ચોરી ની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.