Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ભારવાડા ગામે કાર અડફેટે બે લોકો ના મોત નીપજાવી નાસી જનાર શખ્શ ઝડપાયો

પોરબંદર ના ભારવાડા ગામે ગત તા 9 ના રોજ સિમેન્ટ ના બાંકડે બેઠેલા બે લોકો ને કાર ચાલકે હડફેટે લઇ મોત નિપજાવ્યા હતા જે મામલે પોલીસે તપાસ હાથ ધરી કાર ચાલક ની ધરપકડ કરી છે.

પોરબંદર ના દેગામ ગામે સીમ વિસ્તાર માં રહેતા અરજન રાણાભાઇ ઓડેદરા (ઉવ ૫૫)તથા તેના કૌટુંબિક ભાઈ છગનભાઈ મસરીભાઈ ઓડેદરા (ઉવ ૫૩)બન્ને ગત તા 8 ના રોજ રાત્રી ના સમયે બસ સ્ટેન્ડ પાસે આવેલ પીપળાના વૃક્ષ નીચે સિમેન્ટ ના બાંકડા પર બેઠા હતા. ત્યારે કાર નં ૨૫ જે ૭૨૫૬ ના ચાલક અજીત ઉર્ફે અજ્જુ રણમલ ગોઢાણીયા (રે બગવદર)એ તેની કાર પુરઝડપે ચલાવી બન્ને ને અડફેટે લીધા હતા. જેથી બન્ને ના મોત નીપજ્યા હતા.અકસ્માત સર્જી કાર ચાલક ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન બાતમી મળી હતી કે આરોપી અજીત ઉર્ફે અજ્જુ રણમલભાઇ ગોઢાણીયા બગવદર આવ્યો છે. આથી બગવદર પોલીસ ના ડીસ્ટાફના જવાનો વોચમાં ગોઠવાયા હતા. અને તેને હાઇસ્કુલ સામેથી પકડી લેવામાં સફળતા મળી હતી.

આ કામગીરી માં પીએસઆઈ એચ.સી.ગોહિલ તથા કોન્સ્ટેબલ જયમલભાઇ મોઢવાડીયા,અરવિંદભાઇ ખરા તથા લોકરક્ષક દુલાભાઇ ઓડેદરા,મસરીભાઇ ચેતરીયા વિગેરે જોડાયા હતા

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે