પોરબંદર જિલ્લાની વિધાનસભા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર વૈભવ શ્રીવાસ્તવે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે ચૂંટણીના વિવિધ નોડલ અધિકારી તેમજ ચૂંટણી અધિકારી સહિતના તમામ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર ચૂંટણીની કામગીરી સૂચારું રીતે પાર પડે તે માટે અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.
જનરલ ઓબ્ઝર્વરએ બંને વિધાનસભા વિસ્તારના ચૂંટણી અધિકારી પાસેથી પોલિંગ સ્ટાફ, મતદાન મથકમાં સુવિધા, પોસ્ટલ બેલેટ મતદાન અંગેની કામગીરી, દિવ્યાંગ મતદારો માટેની સુવિધા, જ્યાં અગાઉ ઓછું મતદાન થયું છે ત્યાં આ વખતે વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો, CVIGIL એપ મારફત આવેલી ફરિયાદો અને તેના નિકાલની વ્યવસ્થા, સ્ટાફને ટ્રેનિંગ, એમસીએમસીની કામગીરી અને તેની સમીક્ષા, આચાર સંહિતાના ભંગની ફરિયાદો અને તેના નિકાલની સમીક્ષા સહિત તમામ મુદ્દે માહિતી મેળવીને સંબંધિત અધિકારીને આપ્યું હતું.
આ બેઠકમાં ખર્ચના ઓબ્ઝર્વર અમિતાભ સાહ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

