Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં નિવૃત પોલીસ અધિકારી-કર્મચારીઓની બેઠક યોજાઈ

પોરબંદરમાં નિવૃત પોલીસ અધિકારી-કર્મચારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં પેન્શનરોને મળવાપાત્ર લાભ વિશે સમજ અપાઇ હતી.

ગુજરાત એકસ પોલીસ એસોસીએશન પોરબંદર જીલ્લાની મીટીંગ પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે મળેલ હતી. જેમાં પોરબંદર જીલ્લાનાં નિવૃત પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ મીટીંગમાં અનેક મુદાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી તા. ૫/૩ના રોજ ગુજરાત એકસ પોલીસ એસોસીએશનની રાજય લેવલની જનરલ સભા અમદાવાદ ખાતે મળશે જેમાં ભાગ લેવા જવા માટે તથા પોલીસના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી . નિવૃત પોલીસ અધિકારી કર્મચારીઓના પેન્શન અંગેના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવા ચર્ચા કરાઈ હતી ઉપરાંત પેન્શનરોને મળવાપાત્ર લાભો અંગે નિવૃત પોલીસ કર્મચારીઓ ને સમજ કરવામાં આવી હતી આ ત મીટીંગમાં ગુજરાત એકસ પોલીસ એસોસીએશનના પ્રમુખ નિવૃત ડી.વાય.એસ.પી, વી.એન. ચૌહાણ, ઉપપ્રમુખ રામભાઈ બગીયા તથા સેક્રેટરી વસ્તાભાઈ બોખીરીયા સહીત અનેક અધિકારી-કર્મચારીઓએ હાજરી આપી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે