હાલ પોરબંદર જીલ્લા ના જળ પલ્લવિત વિસ્તારો માં પેલીકન પક્ષીઓ ના ઝુંડે ધામા નાખ્યા છે. જે પક્ષી પ્રેમીઓ અને પક્ષીવિદો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.
પોરબંદર જિલ્લામાં શીયાળા માં સમય માં દર વર્ષે અસંખ્ય વિદેશી પક્ષીઓ આતિથ્ય માણવા આવી પહોંચે છે, એટલે જ પોરબંદરને પક્ષીનગરની ઉપમા મળી છે. શિયાળાનો પ્રારંભ થતા જ સાઈબેરીયા અને ઓસ્ટ્રેલીયાના ઠંડા પ્રદેશમાંથી રૂપેરી પેણ, ગુલાબી પેણ, કરકરા, કુંજ સહિતના અસંખ્ય પક્ષીઓ પોરબંદર તરફ ઉડાન ભરે છે. આ પક્ષીઓ એપ્રિલ સુધી જીલ્લા ના વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં વિહરતા જોવા મળે છે. આ પક્ષીઓને નિહાળવા દુર દુરથી પક્ષીવિદો પોરબંદર આવી પહોંચે છે. હાલ માં મોકર સાગર અને આસપાસ ના વિસ્તારો માં મોટી સંખ્યા માં સફેદ પેણ એટલે કે વ્હાઈટ પેલીકન પક્ષી ના ઝુંડે ધામા નાખ્યા છે.
આ અંગે પક્ષીવિદ સુઘાભાઈ બાપોદરા એ માહિતી આપતા જણાવ્યું હતું કેસફેદ પેણ (Pelecan) આ એક વિશાળ જળચર પક્ષી છે. તેનું નિવસ્થાન અમેરિકા છે, જ્યાંથી તે શિયાળો ગાળવા છેક ગુજરાત સુધી આવે છે. આ તસ્વીર મોકર સાગર વેટલેન્ડ ની છે, જ્યાં શિયાળો ગાળવા મોટા પ્રમાણમાં યાયાવર પક્ષીઓ આવે છે, જેમાં આ સફેદ પેણ પણ આવે છે, મોકર સાગર વેટ લેન્ડ રાણાવાવ તાલુકાના મોકર ગામેથી ગોસાબારા તરફ દશેક કિલોમીટર સુધીનો રસ્તો જાય છે, આ રસ્તાની બન્ને સાઈડમાં પાણી ભરેલું જોવા મળે છે, આમ તો આ પાણી ખારું અને મીઠું મિક્ષ માં હોય છે, આ પણી માં માછલી પણ મોટા પ્રમાણમાં નિવાસ કરે જે યાયાવર પક્ષીઓનો ખોરાક બને છે.
મોકરથી ગોસાબારા તરફ જતા જુંગા વારી માતાજીનું મંદિર આવે છે, આ મંદિર પહેલાં ડાબી સાઈડમાં રોડથી છેક પાદરડી ગામ સુધી માટીનો પાળો બાંધેલો છે. જેને કારણે ખારું પાણી મીઠા પાણીમાં ભળે નહીં. આ પાળો રસ્તા તરીકે પણ ઉપયોગ થાય છે, અને આ રસ્તા મારફત બે ત્રણ કિલો મીટર જતા મોટા પ્રમાણમાં યાયાવર પક્ષીઓના દર્શન થાય છે, અને તેનો કોલાહલ કાનમાં ગુજવા લાગે છે, આમ આ દ્રશ્ય જોઈને મન આનંદવિભોર બની જાય તેવું નયન રમ્ય વાતાવરણ જોવા મળે છે, હાલ આ સફેદ પેણ હજારોની સંખ્યમાં જોવા મળે છે, સાથે ફ્લેમિંગો યાને હજ નું પણ આગમન થઈ ગયું છે. ફ્લેમિંગો પક્ષી પણ મોટી સંખ્યામાં જોવા મળે છે, આમ મોકરસાગર માં પક્ષી નિહાળવાનો લ્હાવો લીધા જેવો છે. (તસ્વીરો-સુઘાભાઈ બાપોદરા,રાણાવાવ)
