કુતિયાણા ના હામદપરા નજીક ટ્રાવેલ્સ બસે રીક્ષા ને હડફેટે લેતા ૯ મુસાફરો ને ઈજાઓ થઇ હતી જેમાં બે ની સ્થિતિ ગંભીર છે.
કુતિયાણા ના હેલાબેલી ગામે રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ નો વ્યવસાય કરતા વિજય બાબુભાઈ મકવાણા (ઉવ ૪૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ સવારે તે પોતાની છકડો રીક્ષા લઇ ને કુતિયાણા આવ્યો હતો. અને ત્યાંથી યુરીયા ખાતર,તેલ ના ડબાબાજરી સહિતનો ખેડૂત નો માલ ભરી હેલાબેલી જઈ રહ્યો હતો. અને રીક્ષા માં લાલજી મોહનભાઈ ભરાડીયા,તેના પત્ની ગુડીબેન ,તેના બે બાળકો,સુમિતાબેન,બાબુ ગગજી રાઠોડ,રમેશ પોલાભાઈ ભેડા,ભીખુભાઈ ,બાબુ જીવ સુવાડા ,તથા ચંપાબેન નથુભાઈ વગેરે બેઠા હતા. રીક્ષા હામદપરા ના પાટિયા પાસે થી પસાર થઇ રહી હતી.
ત્યારે પાછળ થી એમપી ૧૩ પી ૧૦૭૪ નંબર ની ટ્રાવેલ્સ બસ ચાલકે બસ પુરપાટ ચલાવી રીક્ષા ને હડફેટે લીધી હતી. જેથી રીક્ષા પલટી જતા તમામ મુસાફરો રસ્તા પર ફેંકી ગયા હતા. બનાવ બનતા લોકો ના ટોળા એકત્ર થયા હતા અને તમામ ને સારવાર માટે કુતિયાણા સરકારી દવાખાને સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચંપાબેન,લાલજીભાઈતથા તેના બન્ને બાળકો ને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે પોરબંદર અને અહીંથી પણ વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે. પોલીસે બસ ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.