માધવપુર પંથક ના મંડેર ગામે બે વર્ષ પૂર્વે સગીરા પર થયેલ દુષ્કર્મ મામલે સ્પે પોક્સો કોર્ટે આરોપી ને ૨૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા અને ૧૯ હજાર નો દંડ ફટકાર્યો છે.
માધવપુર પંથક ના ફરીયાદી એ ગત તા ૧૯-૧ -૨૨ ના રોજ માધવપુર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મંડેર ગામની બાલસ શેરીમાં રહેતા ભાવેશ મેરખી બાલસે તેની સગીર વયની પુત્રીના ભોળપણનો લાભ લઇને ગામમાં આવેલ પલક પાન સેન્ટર નામની દુકાનના ઉપરના માળે મળવા બોલાવી હતી અને ભાવેશે ભોગ બનનારને હું બોલાવુ ત્યારે આવજે નહીતર હું દવા પી ને મરી જઈશ”તેવી ધમકી આપતા ભોગ બનનાર સગીરા ત્યાં ગઈ હતી.
ત્યારે ભાવેશે તેની સાથે શારિરીક અડપલા કરી તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. અને ત્યારબાદ સગીરા તેની સાથે નહી બોલે તો પોતે મરી જશે તેવી બીક બતાવીને શરીર સંબંધ અંગે કોઈને વાત ન કરવા જણાવ્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ આ કેસ પોરબંદર ની સ્પે પોક્સો કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દવારા ૩૯ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૫ સાહેદો તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી. મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણ દ્વારા ભાવેશ ને કસુરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૯,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.