Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ માં રહેણાંક મકાનમાં થી અલગ અલગ દેશ ના ચલણ,6 લાખ રોકડા અને ૮ તોલા દાગીના સહીત ૧૨ લાખ ની ઘરફોડ ચોરી

રાણાવાવ ના પાટવવાવ ઝાંપા વિસ્તાર માં રહેણાંક મકાન માંથી અલગ અલગ દેશ ના ચલણ અને દાગીના મળી રૂ ૧૨ લાખ ના મુદામાલ ની ચોરી થઇ છે. જીલ્લા માં વધતા જતા ચોરી ના બનાવ ને લઇ ને પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રાણાવાવ ના પાટવવાવ ઝાંપા પાસે રહેતા અને શાકભાજી નો વ્યવસાય કરતા સીરાજઅલી રમજાનઅલી પટણી (ઉ.વ.૫૮)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના તેનો એક પુત્ર અને પુત્રી આફ્રિકા છે. જયારે એક પુત્ર હૈદરાબાદ રહે છે. રાણાવાવ ખાતે પોતે તથા પત્ની અમીનાબેન રહે છે. ગત તા.૨૦/૧૨ ના તેઓ પત્ની સાથે દિવ ખાતે કુટુબી ભાઇ બરકતભાઇ ની પુત્રી ના લગ્નમાં ગયા હતા. અને ઘર ની ચાવી ઘરે કામ કરવા આવતા કીર્તિબેન ને આપી હતી.

ગઈકાલે તા ૨૩ ના તેઓ પરત આવવાના હોવાથી કીર્તિબેન ને મકાન ની સાફ સફાઈ કરવા જણાવ્યું હતું. આથી કીર્તિબેન સવારે સાડા દસેક વાગ્યે આવ્યા ત્યારે ઘરમાં તમામ સામાન વિરવિખેર હાલતમાં પડ્યો હતો. અને રૂમની બારીની જાળી ટુટેલી હાલત માં હોવાથી તેઓએ તુરંત સિરાજઅલી ને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. અને જોયું તો તો પેટી પલંગ માં રાખેલ ૬ લાખની રોકડ જોવામાં આવી ન હતી ત્યાર બાદ બીજા રૂમ ના કબાટ માં થી પણ 2 તોલા ની સોનાની બંગડી ૮ ગ્રામ ની સોનાની લકી, દોઢ તોલાની 6 જોડી સોનાની બુટી નાના બાળકો ના 5 ગ્રામ સોનાના 2 ચેઈન પણ ગુમ હતા.

ઉપરાંત બાજુના કબાટમાં નાના ભાઇ અજીતભાઇએ પોતાના સોનાના દાગીના તથા વિદેશના રૂપીયા રાખ્યા હતા. જેમાં 2 નંગ ડાયમંડની સોનાની વીટી, સોનાનો સેટ,૩ હજાર ડોલર જેની ભારતીય ચલણમાં રૂ 2,૫૦,૦૦૦ જેટલી કીમત થાય છે. તેમજ દુબઇના ૨૪૦૦ દીરાન જેની ભારતીય ચલણમાં રૂ ર્‌,૮૮૦૦૦ કીમત થાય છે. તથા કેન્યાના ૨૫૦૦૦ સીલીંગ જેની ભારતીય ચલણમાં .રૂ ૧૬ હજાર જેટલી કીમત થાય છે. તે તમામ મળી કુલ 2,૬૦૦૦૦ ની કીમત ના ૮ તોલા સોનાના દાગીના 6 લાખ ની રોકડ અને વિદેશી ચલણ મળી કુલ રૂ ૧૨,૧૪૦૦૦ ના મુદામાલ ની ચોરી કરી હતી. ચોરી ના પગલે રાણાવાવ શહેર માં ચકચાર મચી છે. જીલ્લા માં ચોરી ના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ કડક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે