કુતિયાણા ના ઈશ્વરીયા ગામે રહેણાંક મકાન માંથી ૧૧૩ બોટલ દારૂ સાથે પોલીસે એક શખ્શ ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
કુતિયાણા ના પી એસ આઈ કે એન ઠાકરિયા તથા સ્ટાફ પેટ્રોલિંગ માં હતો. તે દરમ્યાન બાતમી મળી હતી કે ઇશ્વરિયા ગામે જુના વણકરવાસ માં રહેતો મગન માલદેભાઈ વિંઝુડા નામનો શખ્શ તેના રહેણાંક મકાન માં વિદેશી દારૂ નો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આથી પોલીસે તેના મકાને દરોડો પાડતા ત્યાથી રૂ ૩૪૪૨૫ ની કીમત ની અલગ અલગ બ્રાંડ ની વિદેશી દારૂ ની ૧૧૩ બોટલ મળી આવી હતી. આથી પોલીસે મગન ની ધરપકડ કરી આ દારૂ ક્યાંથી લાવ્યો હતો તે સહીતની પુછપરછ હાથ ધરી છે.
પોરબંદરમાં દારૂના ધંધાર્થીઓ પોલીસથી બચવા અલગ-અલગ જગ્યાએ ચોરખાના બનાવીને દારૂ છુપાવે છે ત્યારે ઈશ્વરીયાના મગને પણ તેના રસોડામાં પ્લેટફોર્મની નીચે ચોર ખાનું બનાવ્યું હતુ.જેમાંથી પોલીસે પ્લાસ્ટિકના બાચકા શોધી કાઢ્યા હતા અને એ બાચકાઓમાંથી ૧૧૩ બોટલ દારૂની મળી હતી.