Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદ૨ જિલ્લામાં ૩૨૬૬ કેરોસીન કાર્ડધારકોને વિનામૂલ્યે ગેસ કનેકશન અપાશે

પોરબંદર

પ્રઘાનમંત્રી ઉજજવલા યોજના ૨.૦ અંતર્ગત અંત્યોદય તથા બી.પી.એલ. કાર્ડધા૨કો કે જેઓ હાલમાં સ૨કા૨ તરફથી સબસીડાઈઝ કેરોસીન મેળવે છે.તેવા પરિવા૨ની મહિલાઓ માટે ડીપોઝીટ મુકત ગેસ કનેકશન અપાઇ રહ્યા છે. પોરબંદ૨ જિલ્લામાં આવા ૩૨૬૬ કેરોસીન કાર્ડધારકોને ઉકત યોજના હેઠળ સમાવવાનાં છે.આ યોજના હેઠળ વિનામૂલ્યે ગેસ કનેકશન સાથે ગેસ સીલીન્ડ૨,રેગ્યુલેટ૨,ચુલો વગેરે અપાઇ છે.જિલ્લામાં આ યોજના હેઠળ લાભાર્થીઓના સમાવેશ ક૨વા માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પંડિત દિન દયાળ વાજબી ભાવની દુકાનોના સંચાલકઓ અને જે–તે વિસ્તા૨ની ગેસ એજન્સીઓ સાથે સંકલન સાધી શહેર તથા ગ્રામ્ય વિસ્તા૨ની વિવિધ જગ્યા ઉ૫૨ કેમ્પનું આયોજન ક૨વામાં આવી રહયું છે.પોરબંદર જિલ્લાને કેરોસીન મુક્ત જિલ્લો કરવા જિલ્લા કલેકટરના માર્ગદર્શનમા પુરવઠા ટીમ દ્રારા ગ્રામિણ તથા શહેરી વિસ્તારોમા કેમ્પ યોજવામા આવી રહ્યા છે.

તાજેતરમા પો૨બંદ૨ તાલુકાના ભડ તથા ગરેજ ગ્રામ્ય વિસ્તા૨માં અને કુતિયાણા શહેરી વિસ્તારમાં કેમ્પનું આયોજન ક૨વામાં આવ્યું.જેમાં આશરે ૧૫૦ કેરોસીન કાર્ડધા૨કોએ આ યોજનાનો લાભ લીધેલ છે.આગામી દિવસોમાં અન્ય સ્થળોએ પણ કેમ્પનું આયોજન કરાશે.પ્રઘાનમંત્રી ઉજજવલા યોજના ૨.૦ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓને ૧૦૦ ટકા કેરોસીન મુકત બનાવવાની ઝુંબેશ ચાલી રહેલ છે.

૨સોઈ માટે કેરોસીનનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકા૨ક છે.પ્રધાનમંત્રી ઉજજવલા યોજના ૨.૦ અંતર્ગત અંત્યોદય તથા બી.પી.એલ. કાર્ડધારકો પૈકી જે કાર્ડધા૨કો આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોઈ તેઓએ તેમની નજીકની ગેસ એજન્સીનો સંપર્ક ક૨વાનો ૨હેશે.તેમજ જેમના આધાર પુરાવાઓ બાકી હોય તેવા લાભાર્થીઓએ પોતાને લગત ગેસ એજન્સીએ અથવા લગત પુરવઠા શાખા, મામલતદાર કચેરી ખાતે તાત્કાલિક ધો૨ણે ખુટતા આધાર-પુ૨વાઓ જમા
કરાવી ઉકત યોજનાનો લાભ લેવા અશોક શર્મા, કલેકટ૨,પો૨બંદરની યાદીમાં જણાવાયુ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે