Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર સિવિલ હોસ્પિટલ નું સીટી સ્કેન મશીન દસ દિવસ થી બંધ હાલતમાં:ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ ને મુશ્કેલી

પોરબંદર

પોરબંદર સિવિલ હોસ્પિટલ નું સીટી સ્કેન મશીન છેલ્લા દસ દિવસથી બંધ હાલતમાં છે.જેથી દર્દીઓ એ ન છુટકે ખાનગી હોસ્પિટલો માં મસમોટી રકમ ચૂકવી રીપોર્ટ કરાવવા પડે છે.ત્યારે વહેલીતકે મશીન શરુ કરવા માંગ ઉઠી છે.

પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦૧૬ માં કરોડો ના ખર્ચે ટ્રોમા સેન્ટર બનાવાયું હતું.અને તેમાં સીટી સ્કેન સોનોગ્રાફી વગેરે માટે આધુનિક મશીનરી રાખવામાં આવી હતી.પરંતુ સીટી સ્કેન મશીન દસ દિવસથી બંધ છે.જેના કારણે નાની મોટી ઇજા,અકસ્માત,પેરાલીસીસ,ટીબી,કોવીડ, મગજની બીમારી વગેરે જેવા આકસ્મિક બનાવોમાં દાખલ થતા દર્દીઓને બહાર ખાનગી હોસ્પિટલો માં સીટીસ્કેન કરાવવું પડે છે.આથી સરકારી હોસ્પીટલે સારવાર માટે આવતા ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને ૧૫૦૦ થી માંડીને ૫૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ ખાનગીમાં સીટી સ્કેન કરાવવા માટે થઇ રહ્યો છે.આ અંગે સિવિલ હોસ્પિટલ ના આર એમ ઓ ડો મોઢા ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે સીટી સ્કેન મશીન નું સ્ટેબીલાઈઝર મશીન ખરાબ થઇ જવાના કારણે મશીન બંધ છે.આ અંગે કંપની ને જાણ કરી દેવાઈ છે કંપની ના એન્જીનીયર એક બે દિવસ માં આવશે ત્યાર બાદ મશીન કાર્યરત થશે.
દવા પર લગાડવાના સ્ટીકર પણ ખલાસ
એક તરફ પોરબંદર માં ૫૦૦ કરોડ ના ખર્ચે મેડીકલ કોલેજ બનાવવાની વાતો ચાલે છે.તો બીજી તરફ હોસ્પિટલ માં છેલ્લા ઘણા દિવસોથી દવા ઉપર લગાડવાના સ્ટીકર ખલાસ થઇ ગયા છે.તેથી દર્દીઓને કઈ દવા કયારે લેવી તે મોઢે કહી દેવામાં આવે છે.અંને દર્દીઓને કઈ દવા કયારે પીવી તે ચાદ રાખવું પડે છે.આથી વહેલીતકે સ્ટીકર ફાળવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે