Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રહેણાંક હેતુ માટે બીનખેતીમાં ફેરવાયેલ માલીકીની જમીન ના હેતુફેર માં મુશ્કેલી

પોરબંદર

પોરબંદર માં રહેણાંક હેતુ માટે બિનખેતી માં ફેરવાયેલ માલિકી ની જમીન ના ઔધોગિક/વાણિજય હેતુ માટે હેતુફેર થવા અંગે મુશ્કેલી થતી હોવા અંગે એડવોકેટ દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરાઈ છે.

પોરબંદર ના એડવોકેટ રાજેશભાઈ લાખાણીએ ઉચ્ચ કક્ષા એ કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે ગુજરાત સરકારના મહેસુલ વિભાગના પરિપત્ર અન્વયે તા.૧૨-૧૨-૨૦૧૮ થી જમીન મહેસુલ સહિતાની કલમ-૫ અંતર્ગત બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યવાહી ઓનલાઈન કરવા આદેશ થઈ આવેલ છે.

આ પરિપત્ર ની જોગવાઈઓ અનુસાર ખેતીની જમીન માંથી બીનખેતી માં રૂપાંતર કરવા માટે ખુબ સરળ ઓનલાઈન પ્રક્રિયા અમલી થયેલ છે,જેના કારણે જે અરજદારો નવેસરથી બીનખેતી ની મંજૂરી લેવા ઈચ્છે છે.તેને ખુબ સરળતા થઇ છે,પરંતુ આ પરિપત્ર માં અગર ત્યારબાદ આજસુધી બીનખેતી થઈ ગયેલ જમીન ના હેતુફેર માટે ની પ્રક્રિયા કઈ રીતે કરવાની થાય છે તે અંગે સ્પષ્ટીકરણ થઈ શક્યું નથી.અગર આવી કાર્યવાહી થઈ શકતી નથી જેના પરિણામે રાજયભર માં અનેક અરજદારો પારાવાર હાડમારી ભોગવી રહયા છે.

ચારેક વર્ષથી બીનખેતી પ્રક્રિયા ઓનલાઈન થયા બાદ આજસુધી આઈ ઓરા સોફ્ટવેર અને સેટલમેન્ટ કમીશ્નર વિભાગના સોફટવેર ની કોઈ ટેકનીકલ ક્ષતિ ના કા૨ણે બીનખેતી થઈ ગયેલ મીલ્કતો માં હેતુફેર ની કાર્યવાહી ‘ઓનલાઈન’ થઈ શકતી નથી,જયારે સક્ષમ ઓથોરીટી પાસે વિશેષ સ્પષ્ટતાં કે ગાઈડલાઈન ન હોવાથી ઓફલાઈન અગાઉની જેમ આવી હેતુફેર ની કાર્યવાહી હાથ ધરી શકાતી નથી જેથી યોગ્ય કરવા રજૂઆત માં જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે