Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં યોજાયેલ જિલ્લા કક્ષા ના ગરીબ કલ્યાણ મેળામાં ૧૩૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૯૦ હજાર રકમની સહાય/કિટ્સ વિતરણ કરાઇ

પોરબંદર

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં લાભાર્થીઓને સહાય/કિટ્સ વિતરણ કરાઇ હતી. જિલ્લામાં ફૂલ ૧3૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૯૦ હજાર રકમની સહાય/કિટ્સ વિતરણ કરવામાં આવી હતી. જુદી-જુદી યોજનાઓ હેઠળ વર્ષ-૨૦૨૨માં ૨૫૯૭૦ લાભાર્થીઓને રૂ. ૨૬.૧૩ કરોડની રકમ ચુકવીને રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાના લોકોને આત્મ નિર્ભર બનાવ્યા છે.

મંત્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રસંગે લાભાર્થી પરિવારોને શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, રાજ્યની જનતાનો સર્વાંગી વિકાસ એ અમારી સરકારનો મુખ્ય હેતુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન તેમની દીર્ઘદ્રષ્ટિથી વર્ષ ૨૦૦૯-૧૦ થી શરૂ થયેલ ગરીબ કલ્યાણ મેળા થકી અત્યાર સુધીમાં ૧૫૩૦ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ૧ કરોડ ૪૭ લાખ જરૂરિયાત મંદ લાભાર્થીઓને ૨૬ હજાર ૬૦૦ કરોડથી વધુ રકમની સહાય ચુકવીને તેઓને આત્મનિર્ભર બનાવ્યા છે. ત્યારે આજે પોરબંદર જિલ્લાના ૧૩૦૦ થી વધુ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ, ૯૦ હજારની માતબર રકમની સાધન સહાય/કિટ્સ વિતરણ કરાઈ છે. તથા વર્ષ-૨૦૨૨માં ૨૫૯૭૦ લાભાર્થીઓને રૂ. ૨૬.૧૩ કરોડની રકમ ચુકવીને રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાના લોકોને આત્મ નિર્ભર બનાવ્યા છે. જેના પ્રતીક રૂપે સ્ટેજ પરના લાભાર્થીઓને કિટ્સ અપાઈ છે.

મંત્રીએ વધુમા જણાવ્યુ કે, ખેડૂતો, શ્રમિકો, માછીમારો સહિત તમામ વર્ગના લોકો માટે વર્તમાન સરકારે જનહિત લક્ષી યોજનાઓ શરૂ કરીને છેવાડાના માનવીને પણ તેનો લાભ આપ્યો છે. વિદ્યાર્થિનીઓનું ભણતર ન અટકે એટલે તેઓને સાઈકલ, પ્લંબર, લારી ધારકો, નાના વેપારીઓ, સખી મંડળની બહેનો વગેરે શ્રમિકોને સહાય સીધી હાથો હાથ આપીને ૧૦૦ ટકા લાભ અપાવ્યો છે. ગરીબ કલ્યાણ મેળાના સ્થળ પર વ્યવસ્થા તથા આયોજન કરવા બદલ ટીમ પોરબંદરને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ ગરીબ કલ્યાણ મેળામાં આવેલા પોરબંદર જિલ્લાના લાભાર્થીઓને સંબોધીને કહ્યું કે, યોગ્ય લાભાર્થી સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે, તેઓને રોજગારી માટે સાધન મળી રહે, સબસીડીની રકમ સીધી જ તેના ખાતામાં પહોંચી જાય તેવી વ્યવસ્થા વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી જુદી જુદી યોજનાઓની સાધન/ કિટ્સ સહાયથી પોરબંદર જિલ્લાના લાભાર્થીઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બનીને રાજ્ય અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન પૂરું પાડશે.

ગરીબ કલ્યાણ મેળાને સફળ બનાવવા છેલ્લા એક મહિનાથી દિવસ-રાત કામ કરતાં કર્મયોગીઓની કામગીરીને સ્વાગત પ્રવચન દ્વારા જિલ્લા કલેકટર અશોક શર્માએ બિરદાવી લાભાર્થી પોતાને મળેલા સાધન સહાયનો ઉપયોગ રોજગારી મેળવવામાં વધુને વધુ કરે તેવી અપીલ કરી હતી.
આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, અધિક કલેકટર એમ.કે. જોષી, તાલુકા પંચાયતના પ્રમુખો, એ.પી.એમ.સીના પ્રમુખ સહિત મહાનુભાવો, અગ્રણીઓ,અધિકારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનું જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ કરાયું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે