Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં મહિલા દિવસની અનેરી ઉજવણી:૪૧ સંસ્થાઓ ની ૪૦૦ મહિલાઓ એક મંચ પર એકત્ર

પોરબંદર

પોરબંદર માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ૪૧ થી વધુ સંસ્થાઓ ની ૪૦૦ થી વધુ મહિલાઓ એક મંચ પર એકત્ર થઇ હતી અને વિવિધ બાબતો અંગે ચર્ચાઓ કરી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી નિમિતે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના મંત્રી અને લાયન્સ ક્લબ પોરબંદર જોઇન્ટ સેક્રેટરી તેમજ ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણી મહિલા એડવોકેટ નિધિબેન શાહ ના વિચારબીજ કે પોરબંદરની તમામ મહિલાઓ એક થાય અને એક મંચ પર સાથે આવી મહિલા સંગઠન વધુ મજબૂત કરે.મહિલા પોતે જ મહિલા નું ઉદાહરણ બને.એ વિચાર ને સાથ આપ્યો પોરબંદર ના ઘણી સંસ્થાઓ મા અગ્રણી રહેલા દુર્ગાબેન લાદીવાલા એ.બંને એ મળી ને સપનું સાકાર કર્યું…

ખીજડી પ્લોટ સામે આવેલ સત્સંગ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દીવસની દબદબાભેર ઉજવણી થઈ હતી.જેમાં કોઈ જ મુખ્ય મહેમાન કે કોઈ અતિથી વિશેષ કે કોઈ જ પ્રોટોકોલ, મોમેન્ટ કે સન્માન વગર આ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પોરબંદરની તમામ 41 જેટલી મહિલા સંસ્થાઓની આશરે 400 જેટલી મહિલાઓ એક પ્લેટફોર્મ પર એકત્ર થઈ અને પોતપોતાની સંસ્થાઓની પ્રવૃતિઓ વિશે એકબીજા સાથે ચર્ચા કરી હતી.અને નવા વિચારોની આપલે કરી હતી.

સમગ્ર આયોજન અનેક સંસ્થાઓના સ્થાપક એવા મહિલા અગ્રણી દુર્ગાબેન લાદીવાળા અને ભારત વિકાસ પરિષદના મંત્રી અને લાયન્સ કલબના જોઇન્ટ સેક્રેટરી વકીલ નિધિબેન શાહ સાથે પૂજાબેન રાજા,ચંદ્રાબેન તન્ના,કાજલબેન વાઘેલા, મીનાબેન પાણખાણીયા,જાનકીબેન હિંડોચા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ડૉ સુરેખાબેન શાહ,ડો.નૂતનબેન ગોકાણિ,લાયન્સ ક્લબ પોરબંદર ના 2nd vdg હિરલબા જાડેજા,ડૉ.યેશા શાહ,જીએમસી સ્કૂલ પ્રીન્સીપાલ ગરિમાબેન જૈન,ચમ સ્કૂલ પ્રિન્સિપાલ સુનેરાબેન ડોંગ્‌રા,રેકી માસ્ટર ગીતાબેન રાવલ તેમ જ અનેક મહિલા ઉપસ્થિત રહ્યા અને મહિલા શક્તિ ને ઉજાગર કરેલી હતી.

આ તકે કુલ 41 સંસ્થાઓ જેવી કે ભારત વિકાસ પરિષદ,લાયન્સ કલબ,લીઓ કલબ,લીઓ પર્લ,ઇન્ડિયન લાયોનેસ કલબ,સખી કલબ,JCI,રોટરી કલબ,ઇનર વ્હીલ કલબ,યુનિક વુમન કલબ,સેવ ધ સી કમિટી,પ્રકૃતિ ધ યુથ સોસાયટી, કસ્તુરબા મહિલા મંડળ,સ્વસ્તિક ગ્રૂપ,માહી ગ્રૂપ,લાયન્સ પ્રાઇડ,જલિયાણ ગ્રૂપ,ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મહિલા કલબ,હેપી લેડી કલબ,રઘુવંશી એકતા સમિતિ,ગ્રેજ્યુએટ કલબ,શ્રી લોહાણા યુવા ગર્લ્સ વિંગ,શ્રી લોહાણા મહિલા મંડળ, સ્ત્રી નિકેતન,રઘુવીર સેના,ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ,સમસ્ત બ્રહ્મસમાજ,સખી કલબ,અબોટી બ્રહ્મ સમાજ ,પોરબંદર કન્ઝર્વેટરી વગેરે જેવી અનેક સંસ્થાઓ તથા ભારતીય પોસ્ટ વિભાગ તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના પ્રતિનિધીઓ અને યોગ બોર્ડ ના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

પોષ્ટ વિભાગે અગ્રણી મહિલા હિરલબા જાડેજા,નિધિ શાહ,દુર્ગાબેન લાદિવાલા નું સન્માન પણ કર્યું હતું.કાર્યક્રમ નું સંચાલન લેખિકા પૂજાબેન રાજા એ ખૂબ સુંદર શબ્દો ની છણાવટ સાથે કરેલ હતું.કાર્યક્રમ નો હેતુ કે તમામ મહિલાઓ એક થઈ પ્રવૃતિઓ નું શેરિંગ કરે.એક મંચ પરથી રજૂ થાય અને એકતા રહે.મહિલા પાંખ સાથે રહી ઉડાન ભરે.એ સાકાર થવા પામ્યો હતો.
તમામ કાર્યક્રમ બિન રાજકીય રહ્યો હતો..એક નાનકડા વિચાર સાથે તમામ મહિલા એ એક થઈ ઉડાન ભરી છે.મહિલા દિવસ પર ઇતિહાસ રચ્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે