Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં બોટો ને લગતી કામગીરી ઓનલાઈન સ્થગિત રાખી મેન્યુઅલ કરવા માંગ

પોરબંદર માં બોટો ને લગતી કામગીરી રીયલ ક્રાફ્ટ સોફ્ટવેર માં ઓનલાઈન કરવાના બદલે મેન્યુઅલી કરવા બોટ એસોસીએશન દ્વારા રજૂઆત કરાઈ છે.

 

પોરબંદર બોટ એસોસીએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી એ મત્સ્યોદ્યોગ મંત્રી ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે ગાંધીનગર સ્થિત મત્સ્યોદ્યોગ કમિશ્નર ના પરીપત્ર મુજબ બોટોને લગતી તમામ પ્રકારની સેવાઓ જેવી કે નવી બોટ જીસ્ટ્રેશન,માલિકી ફેરફાર,પોર્ટ ટ્રાન્સફર,નવા ફિશીંગ લાયસન્સ,બોટ મોર્ગેજ,ફિશીંગ લાયસન્સ રીન્યુઅલ વગેરે માટેની અરજીઓ રીયલ ક્રાફ્ટ સોફ્ટવેર મારફત ઓનલાઈન જ સ્વીકારવા માટે સુચના આપવામાં આવી છે. પરંતુ માચ્છીમારી ની નવી સીઝન શરૂ થવાની હોય ત્યારે પોરબંદર ના મત્સ્યોદ્યોગ નિયામકને ઓનલાઇન લાયસન્સ રીન્યુ માટે ની કોઈ જાણકારી ન હોવાથી માચ્છીમારો,બોટ માલિકોને વી.આર.સી મોર્ગેજ તથા લાયસન્સ રીન્યુ કરવાની કામગીરી માટે હેરાન પરેશાન થવું પડે છે. તેથી બોટને લગતી સેવાઓ રીયલ ક્રાફ્ટ સોફ્ટવેરમાં હાલ પુરતી સ્થગિત રાખી ઓનલાઈન કામગીરી જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી પહેલા જે રીતે મેન્યુઅલ કામગીરી કરવામાં આવતી હતી તે રીતે ચાલુ કરી આપવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે