Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં પ્રાથમિક શિક્ષકો ને જૂની પેન્શન યોજના લાગુ પાડવા રજૂઆત

પોરબંદર

પોરબંદર સહિત રાજ્યના ૨૨ હજાર પ્રાથમિક શિક્ષકોને જુની પેન્શન યોજના લાગુ પડવા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પોરબંદર જિલ્લાના અધ્યક્ષ લાખાભાઇ ચુંડાવદરા અને મંત્રી વેજાભાઇ કોડીયાતરે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્યમાં ૨૨ હજાર જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકોએ તા. ૧-૪-૨૦૦૫ પહેલા નિમણુંક મેળવેલી છે.નિમણુંક વખતે નવી પેન્શન યોજના ગુજરાત અમલમાં આવેલી ન હતી.કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ જે તે રાજ્ય સરકાર જે તારીખે નવી પેન્શન યોજના અમલ કરે તે તારીખથી લાગુ પડે છે.માટે ગુજરાતમાં પણ તા. ૧- ૪ -૨૦૦૫ પહેલા નિમણુંક મેળવનાર પ્રાથમિક શિક્ષકોને જુની પેન્શન યોજના મળવાપાત્ર છે.ગુજરાતમાં જ તા. ૧-૪ ૨૦૦૫ પહેાલ નિમણુંક મેળવેલ અન્ય ઘણા વિભાગોના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળી ગયો છે.તો ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોને પોતાનો હક કયારે મળશે?

સંગઠનના તમામ કાર્યોમાં તન, મન અને ધનથી કાર્ય કરનાર આ જુની પેન્શન યોજનાથી વંચિત રહેનાર શિક્ષકોનો એક વર્ગ આ બાબતે પરિણામલક્ષી રજૂઆતો થાય તેવી તાત્કાલિક અપેક્ષા રાખી રહ્યા છે જેથી યોગ્ય કરવા રજૂઆત માં જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે