Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં કાર લઇ ને મધરાતે ચોરી કરવા જતા ચાર તસ્કરો ઝડપાયા

પોરબંદર ના યાર્ડ પાસે પાર્ક કરાયેલ ટ્રકો માંથી છેલ્લા દોઢ માસ માં થયેલ ૨૩ બેટરીઓ ની ચોરી નો ભેદ ઉકેલી પોલીસે ૪ શખ્સો ની ચોરી ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

 

પોરબંદરના માર્કેટીંગ યાર્ડ સામે રાખવામાં આવેલ ટ્રકો માંથી છેલ્લા દોઢ માસ દરમ્યાન સવા લાખ ની કીમત ની ૧૬ બેટરી ની ચોરી થઇ હતી. જે અંગે ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરતા બાતમી મળી હતી કે જુબેલી થી રોકડીયા હનુમાન મંદિર તરફ જઈ રહેલી કાર માં ચાર શખ્સો ટ્રકમાંથી ચોરેલી બેટરીઓ લઇ ને જઈ રહ્યા છે. જેથી પોલીસે તે કારનો પીછો કરી કાર રોકાવી ચેક કરતા તેમાં ચાર શખ્સો જયેશ નાથાભાઇ ઓડેદરા (ઉ.વ.૨૫ રહે.ફટાણા ગામ વેકરી વાડી વિસ્તાર),અમિત દિનેશભાઇ વેકરીયા( ઉ.વ.૨૮ રહે.આશાપુરા જગદિશ ગેસ ગોડાઉન પાછળ),પ્રતાપ વિક્રમભાઇ ઓડેદરા (ઉ.વ.૧૯ રહે.ઇન્દીરાનગર બીરલા કોલોની ધીંગેશ્વર મંદિર પાસે),રણજીત જીવરાજભાઇ સોલંકી (ઉ.વ.૨૮ રહે.કડીયા પ્લોટ કામદાર ચોક શેરી નં.-૯)બેઠા હતા. કાર ચેક કરતા ડેકીમાં પાંચ બેટરીઓ મળી આવી હતી.

આથી આ અંગે તેઓની પુછપરછ કરતા આ બેટરીઓ તેઓએ રાત્રીના સમયે અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલ ટ્રકોમાં થી કાઢી હોવાની કબુલાત આપી હતી. અને અન્ય જગ્યા એ છુપાવેલી વધુ ૧૮ નંગ બેટરી તેઓએ કાઢી આપી હતી. પોલીસે રૂ ૧,૭૨,૫૦૦ ની કીમત ની બેટરી તથા બે લાખ ની કાર મળી કુલ ૩,૭૨,૫૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો.

ચારેય શખ્સો રાત્રી ના સમયે કાર લઇ ને નીકળતા હતા. અને અલગ અલગ જગ્યા એ પાર્ક કરેલ ટ્રકો માંથી બેટરીની ચોરી કરતા હોવાની કબુલાત આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે