Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર પાલિકા દ્વારા વધુ 4 મિલ્કત સીલ કરાઈ:બે મિલ્કત ધારકોએ સ્થળ પર વેરો ચૂકવી દીધો

પોરબંદર

પોરબંદર પાલિકા દ્વારા વેરા વસુલાત ની કડક ઝુંબેશ શરુ કરી છે.ત્યારે લાંબા સમય થી વેરો બાકી હોય તેવી વધુ 4 મિલ્કત સીલ કરી છે.

પોરબંદર છાયા પાલિકા દ્વારા માર્ચ એન્ડીંગ પહેલા બાકી નીકળતો વેરો વસુલવા કડક ઝુંબેશ હાથ ધરી છે.અગાઉ લાંબા સમયથી મિલકત વેરો ન ભરનાર આસામીઓ ને નોટિસો ફટકારી, ઢોલ વગાડવામાં આવ્યા હતાઅને છ મિલ્કત પણ સીલ કરી હતી.ત્યારે આજે પાલિકા દ્વારા વધુ 6 સ્થળે સીલ મારવાની કામગીરી શરુ કરી હતી.જેમાં બે મિલ્કત ધારકો એ સ્થળ પર જ રૂ. 33,000 નો બાકી નીકળતો વેરો ચૂકવી આપ્યો હતો.જેથી તે સિવાય ની 4 કોમર્શિયલ મિલ્કત પર સીલ મારી દેવામાં આવ્યું છે.જેમાં એમજી રોડ પરની એક ઓફીસ, લિબર્ટી શોપિંગ સેન્ટર માં બે દુકાન ઉપરાંત મોટી પોસ્ટ ઓફિસ સામેની એક ઓફીસ માં સીલ મારવામાં દેવામાં આવ્યું છે.પાલિકાના હાઉસ ટેક્સ ઇન્સ્પેકટર વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે હજુ આગામી સમય માં પણ લાંબા સમય થી વેરો બાકી હોય તેવી મિલ્કતો ને સીલ મારવાની કામગીરી ચાલુ રહેશે.જેથી બાકી નીકળતો વેરો ભરી જવા તેઓએ અપીલ કરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે