Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ની સિવિલ હોસ્પિટલ માં એમઆર ના વધતા જતા આંટાફેરા:અમુક તબીબો બહાર ની ખાનગી કંપની ની દવાઓ લખી દેતા હોવાની ફરિયાદો

પોરબંદર

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે એમ આરના આંટાફેરા વધી રહયા છે.ગઈકાલે ત્રણ એમઆર આવતા મીડિયા દ્વારા પુછપરછ કરવામાં આવતા ત્રણેય ડોક્ટર ને મળ્યા વગર નાસી છુટ્યા હતા.આથી એમ આર તથા તેને મળવા બોલાવતા તબીબો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

પોરબંદર ની સરકારી હોસ્પિટલ ના કેટલાક તબીબો બહાર ની ખાનગી કંપની ની દવાઓ લખી આપતા હોવાની ફરિયાદો અવાનવાર ઉઠે છે.અને ચોક્કસ કંપનીઓ ના એમ આર અવારનવાર બપોર ના સમયે સિવિલ હોસ્પિટલ ખાતે આંટાફેરા કરતા નજરે ચડે છે.ત્યારે ગઈકાલે ત્રણ એમ આર તબીબ ને મળે તે પહેલા અહી રહેલા મીડીયાકર્મીઓની નજરે ચડતા મીડીયાકર્મીઓ એ આ અંગે પૂછતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને ડોક્ટર ને મળ્યા વગર નાસી છુટ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા દવા બનાવતી કંપનીઓ સામે વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં દવાઓ બનાવતી કેટલીક કંપનીઓના એમ આર દ્વારા પોતાની ખાનગી કંપનીની દવાઓ જ લખવામાં આવે તે માટે સ્કીમ આપવામાં આવતી હતી.અને કેટલાક ખાનગી હોસ્પિટલના તબીબો જે તે કંપનીની દવાઓ લખીને ગિફ્ટ અથવા રોકડ રકમ લેતા હોવાનું સામે આવ્યું હતું.નિયમ પ્રમાણે ખાનગી હોસ્પિટલના તબીબોને પણ એમ આર દ્વારા કોઈ ગિફ્ટ લેવાની મનાઈ છે.ત્યારે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે એમ આર ના આંટાફેરા વધી રહયા છે.સરકારી હોસ્પિટલમાં અમુક તબીબો બહારની ખાનગી કંપનીની દવાઓ લખી આપતા હોવાની અવારનવાર ફરિયાદો મળતી રહે છે.ત્રણ એમઆર હોસ્પિટલમાંથી મળી આવતા બહારની દવા લખવામાં આવતી હોવાની ફરિયાદને આડક્તરૂ સમર્થન મળ્યું છે.આથી આવા એમ આર તથા તેની સાથે સાઠગાંઠ ધરાવતા સરકારી તબીબો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે