Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના સાગરભુવન ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાતા ૮૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો

પોરબંદર

સાગર ભુવન હોલ, ખારવાવાડ પોરબંદર ખાતે સમસ્ત ખારવા સમાજ પોરબંદર હિરાલાલભાઈ શિયાળ,રણછોડભાઈ શિયાળ,વાણોટ પવનભાઈ શિયાળ ના આર્થિક સહયોગ થી પૂર્વ વાણોટ સ્વ.જશુભાઈ ગગનભાઈ શિયાળ ની સ્મૃતિ મા રાજકોટ, જુનાગઢ અને પોરબંદર ના પ્રખ્યાત ડોકટરો ના સથવારે ભવ્ય મેડીકલ કેમ્પ નુ આયોજન કરવામા આવેલ.
જેમા અતિથી વિશેષ મહેમાન તરીકે પોરબંદર કોસ્ટગાર્ડ ના ડી. આઈ. જી. વરગીસ,પોરબંદર જીલ્લા ના એસ. પી. ડો. રવિમોહન સૈની દ્વારા આ મેગા મેડીકલ કેમ્પ ને ખુલ્લો મુકવામા આવેલ હતો.ડી.આઈ.જી. વરગીસ અને એસ.પી. ડો. રવિમોહન સૈની દ્વારા સ્વસ્થ ઈન્ડીયા,શિક્ષણ તથા રોજગારી,વ્યસન મુક્તિ અને સ્વાસ્થય માટે જાગૃતી ના જે પ્રોજેકટો ખારવા સમાજ દ્વારા ચલાવવામા આવી રહ્યા છે.તે અંગે ખુબ જ સરાહનીય સ્પીચ આપી હતી.અને ભવિષ્યમા પણ આવા કાર્યક્રમો કરતા રહેવાની શુભેચ્છાઓ આપી હતી.

આ કેમ્પ મા રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલ ના હદય રોગ ના નિષ્ણાંત ડો. રવિ ભોજાણી, જનરલ જી.આઈ. તથા લેપ્રો. સર્જરીના નિષ્ણાંત ડો. મયુર વાઘેલા, મગજ ની સર્જરી ના નિષ્ણાંત ડો. મયંક વેકરીયા, કેન્સર રોગ ના નિષ્ણાંત ડો. પ્રશાંત વણજાર, પેટ અને આંતરડાના રોગોના નિષ્ણાંત ડો. રીષીકેશ કાલરીયા, જુનાગઢ હોપ હોસ્પિટલ ના ડાયાબીટીશ રોગના નિષ્ણાંત ડો. દિપક ચુડાસમા, પોરબંદર ના પ્રખ્યાત એમ. ડી. ફીજીશયન – ડો. સુરેશ ગાંધી, ડો. પર્યન્તસિંહ વાળા, તેમજ ડો. સિધ્ધાર્થ જાડેજા, હાડકાના નિષ્ણાંત ડો. રાહુલ પરમાર, બાળરોગ ના નિષ્ણાંત ડો. માલદે ઓડેદરા, સ્ત્રી રોગના નિષ્ણાંત ડો. પારસ મજીઠીયા, ચામડી રોગના નિષ્ણાંત ડો. મોનાબેન પુરોહીત, આંખના નિષ્ણાંત ડો. નયન જેઠવા, દાંતના નિષ્ણાંત ડો. હિમાંશુ ગઢવી તથા કૃપાલીબેન પટેલ, ફીજીયોથેરેપી ડો. રાજ પંડયા, મેડીકલ ઓફીસર ડો. કૃતીબેન રાડીયા તથા ડો. બંસરીબેન મદલાણી, રેડીયોલોજીસ ડો. રાજ ગરેજા, તેમજ પાબારી લેબોરેટરી ના પ્રફુલભાઈ પાબારી ઉપસ્થિત રહેલા હતા.

પ્રોજેકટ ચેરમેન રણછોડભાઈ શિયાળ તેમજ જયુભાઈ પારેખ સાથે શિયાળ પરિવાર ના મનીષભાઈ શિયાળ, નિર્ભયભાઈ શિયાળ, દિપકભાઈ શિયાળ, અને પોરબંદર ખારવા સમાજના પંચપટેલ/ટ્રસ્ટીઓ, પોરબંદર માછીમાર બોટ એસો, ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્બરઓ, પોરબંદર માછીમાર પિલાણા એસો. ના પ્રમુખ દિપકભાઈ જુંગી તેમજ કમીટી મેમ્બરઓ, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા તેમજ આગેવાનઓ,માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ,ખારવા સમાજ સંચાલીત રત્નાંકર સ્કુલ ના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ તેમજ સ્કુલ ના શિક્ષકગણ અને સ્ટાફ, મનુભાઈ મોદી, તથા સાગર શકિત સેવા સંધ ટ્રસ્ટ ના જાદવજીભાઈ પોસ્તરીયા,કિશોરભાઈ બરીદુન (ખાન),વિજયભાઈ કોટીયા દ્વારા સેવાઓ આપવામા આવેલ.આ મેગા મેડીકલ કેમ્પ મા જુદી-જુદી સમાજ ના ૮૦૦ જેટલા ભાઈઓ-બહેનો એ લાભ લીધેલ હતો.આ કેમ્પ મા વિનામુલ્યે રીપોર્ટ તેમજ દવાઓનુ વિતરણ કરવામા આવેલ.

,હીરાલાલભાઈ શિયાળ,રણછોડભાઈ શિયાળ, વાણોટ પવનભાઈ શિયાળ દ્વારા કોસ્ટગાર્ડ ના ડી.આઈ.જી. વરગીસ, જીલ્લા ના એસ.પી. ડો. રવિમોહન સૈની તથા સમગ્ર ડોકટરો એ પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ સૌનો ખુબ-ખુબ આભાર વ્યકત કરવામા આવેલ હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે