Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના બળેજ ગામે પર્યાવરણ દિવસ નિમિતે ગ્રામજનોને ૧૫૫૦ ફળાઉ વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું

પોરબંદર

૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે દુનિયભરમાંઉજવવામાં આવે છે.અને વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે.

આગાખાન એજન્સી ફોર હેબીટાટદ્વારા પોરબંદર તાલુકાના બળેજ ગામમાં આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી એક અનોખા અંદાજમાં કરવામાં આવી હતી.સંસ્થા દ્વારા ૫ જૂન પહેલા બળેજ ગામમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં ગ્રામજનો કયા વૃક્ષો ઉછેરવા માંગે છે.ઉપરાંત આબોહવાની દ્રષ્ટિએ દરિયાકાંઠાના ગામોમાં કયા વૃક્ષો ટકી શકે છે.તેની યાદી તૈયાર કરવામાં આવી હતી.આ સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું કે ગ્રામજનો ફળાઉ વૃક્ષો ઉછેરવા માટે વધુ ઇચ્છુક છે.

સર્વે દ્વારા પ્રાપ્ત માહિતીને પ્રાધાન્ય આપતા આકાહ સંસ્થા દ્વારા બળેજ ગામ સ્થિત માતૃશ્રી કસ્તૂરબેન માધ્યમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પપૈયા,ચીકુ,દાડમ,સફેદજાંબુ,લીંબુ,જામફળ,બદામ,ગુલમોહર,કાસિદ અને બોરસલી ના ઘર દીઠ ૧૦ રોપા એમ કુલ ૧૫૫૦ કલમી રોપા લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.આગાખાન સંસ્થાના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વિભાગના પ્રોગ્રામ હેડ સંતોષકુમારે જણાવ્યું હતું કે “વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વખતે લોકો વૃક્ષો વાવે જરૂર છે પણ તેને ઉછેરવા માટે તૈયારી બતાવતા નથી.સર્વે આધારિત રોપા વિતરણ પાછળનું મુખ્ય હેતુ એ જ છે કે લાભાર્થીઓ જો તેમની પસંદગીના ફળાઉ રોપા તેમના ફળિયા અને ખેતરમાં વાવશે.અને તેનું જતન કરશે તો જ વિશ્વ પર્યાવરણ દિવસનો હેતુ સાચા અર્થમાં સાર્થક બની રહેશે.”
ઉપરાંત સંસ્થા દ્વારા નેવલ એન.સી.સી કેડેટ ગ્રૂપ ના સહયોગ થી બળેજ ગામમાં ‘Only One Earth’થીમ ઉપર પર્યાવરણ જાગૃતિ માર્ચ કાઢવામાં આવી હતી.તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઈન્ડિયા સંસ્થા પોરબંદર જિલ્લાના કુદરતી આપત્તિઓ નું જોખમ ધરાવતા 10 ગામોમાં કાર્યરત છે.આ ગામોમાં સંસ્થા ક્લાઈમેટચેન્જ,બાયોડાયવર્સિટી અને ઇકો-સિસ્ટમ આધારિત ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર કામ કરી રહી છે.આપ્રોજેકટનું અમલીકરણ કલાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર અને વન વિભાગ સાથે વ્યૂહાત્મક ભાગીદારી થકી કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં આગાખાન એજન્સી ફોર હેબીટાટ સંસ્થાના પ્રતિનિધિઓ,ભારતીય નૌ-સેનાના અધિકારીઓ,ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, રામભાઇ પરમાર સહિત ગ્રામપંચાયતના સભ્યો,બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ વિપુલભાઈ પરમાર અને બીએમસીના સભ્ય વિરમભાઇ પરમાર,નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો તેમજ સમાજના અગ્રણીઓના સાથ-સહકાર  બળેજ ગામમાં પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ ગ્રામજનો તરફથી નોંધનીય પ્રતિસાદ મળ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે