Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના કુણવદર ગામે પરિણીતા ના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદ:પતી,સાસુ અને નણંદ સામે ગુન્હો નોંધાયો

પોરબંદર

પોરબંદર ના કુણવદર ગામે પરિણીતા એ ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેના પિતા એ મૃતક ના પતી,સાસુ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

ભાણવડ ગામે રણજીતપરા માં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા અશ્વિનગીરી કરશનગીરી ગૌસ્વામી (ઉવ ૫૫)એ બગવદર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની ત્રીજા નંબર ની પુત્રી પુનમ(ઉવ ૨૩)ની સગાઈ પાંચ વર્ષ પહેલા કુણવદર ગામે રહેતા ભરત મોહનભાઈ ભારથી સાથે કરી હતી. પરંતુ સગાઈ બાદ ભરત દારૂ પીતો હોવાની જાણ થતા તેઓએ સગાઈ તોડી નાખી હતી. ત્યાર બાદ પુનમ અને ભરતે કોર્ટ માં પ્રેમલગ્ન કર્યા હતા. અને પુનમને લગ્ન જીવન દરમ્યાન બે પુત્રો પ્રિયાંશ (ઉવ 3)તથા ભવ્યાંશ (ઉવ ૮ માસ )નો છે.

લગ્ન ના એકાદ વર્ષ બાદ થી પુનમ ને પતી દારૂ પી અને મારકૂટ કરતો હતો. તથા સાસુ સરલાબેન તથા નણંદ સોનલબેન તેને છોડાવવા ના બદલે વધુ માર મારવા ચડામણી કરતા હતા. અને કામ બાબતે મેણા ટોણા મારતા હતા. તેવી ફરિયાદ પૂનમે પિતાને કરી હતી.પરંતુ તેઓએ પુત્રી ને સમજાવી સાસરે મોકલી હતી.

ત્યાર બાદ પણ પુનમ ને સાસરીયા તરફથી અવારનવાર ત્રાસ અપાતો હોવાથી અને તેનો પતિ ભરત ભારથી દારૂ પી અને મારકુટ કરતો હોવાથી તેમજ તેમના સાસુ સરલાબેન અને તેમની નણંદ સોનલબેન મહેણાંટોણાં મારી તેમના પતિને ચણામણી કરતા હોય. જેથી ભરત ભારથી પુનમ ને  એકાદ વર્ષ પહેલાં માર મારી  અશ્વિનગીરીના ઘરથી થોડે દૂર ભાણવડ મૂકી ગયા હતા. જેથી તેઓએ તારીખ 9- 5-2021 ના ભાણવડ પોલીસ સ્ટેશનમાં ભરત ઉપરાંત પુનમના સાસુ  તથા  નણંદ તરફથી અસહ્ય ત્રાસ અપાતો હોવાથી તેમના વિરુદ્ધ અરજી આપેલ હતી.

પરંતુ સગા સંબંધીની હાજરીમાં ફરીથી સમાધાન થતા તેઓ તેડી ગયેલ. પરંતુ તેમ છતાં ત્રણેય પુનમ ને અસહ્ય દુખ અને ત્રાસ આપતા હતા. અને  રવિવારે બપોર પછી પૂનમે ઝેરી દવા પી લેતા તેને સરકારી હોસ્પીટલે ખસેડી હોવાની જાણ થતા તેઓ પોરબંદર દોડી આવ્યા હતા. પરંતુ પુનમ નું મોત થયું હતું.  આથી પતી ભરત ઉપરાંત સાસુ સરલાબેન અને નણંદ સોનલબેન સામે પોતાની પુત્રી ને અસહ્ય દુઃખ અને ત્રાસ આપી મરવા માટે મજબુર કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધીરુભાઈ નિમાવત

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે