Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ઓડદર નજીક કાર અડફેટે બે યુવાનો ના મોત

પોરબંદર

પોરબંદર ના ઓડદર ગામ નજીક કારે બાઈક ને અડફેટે લેતા બાઈક માં બેઠેલ બન્ને યુવાનો ના મોત નીપજ્યા છે.પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર ના કેશોદ લુશાળા ગામે રહેતા અને મજુરીકામ કરતા જીવાભાઈ ગોવિંદભાઈ બારડે(ઉવ ૪૫)નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો નાનો ભાઈ હાજાભાઇ તથા તેનો મિત્ર જયસુખ હમીર એરડા સાથે બાઈક પર પોરબંદર ખરીદી અર્થે આવ્યા હતા અને પરત ફરી રહ્યા હતા.ત્યારે ઓડદર ગામ નજીક કાર નં જીજે ૧૮ બી ઈ ૮૬૯૬ ના ચાલકે તેના બાઈક ને અડફેટે લેતા બન્ને ને ગંભીર ઈજાઓ થઇ હતી.આથી તેઓને સારવાર અર્થે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હાજાભાઇ ને ફરજ પર ના તબીબે મૃત જાહેર કર્યા હતા.જયારે જયસુખ ની સ્થિતિ વધુ ગંભીર થતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.પરંતુ તેનું પણ મોત નીપજ્યું હતું.અકસ્માત માં કાર ને પણ ખાસ્સું નુકશાન થયું હતું.પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે