Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં ૭૮ બહેનોને આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે નિમણુક પત્રો એનાયત કરાયા

પોરબંદર

પોરબંદર જિલ્લામાં મહાનુભાવોનાં હસ્તે ૭૮ બહેનોને આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે નિમણુક પત્રો એનાયત કરાયા હતા. આ તકે નિમણૂક પત્રો મેળવનાર બહેનોએ રાજ્ય સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયાને બિરદાવવાની સાથે પોતે યશોદા માતાની જેમ આંગણવાડીનાં બાળકોની સાર સંભાળ રાખશે તેવા પ્રતિભાવો આપ્યા હતા.

રાજ્ય સરકારની ભરતીઓમાં પારદર્શક પ્રક્રિયાની ઉમેદવારોને પ્રતીતિ થઇ રહી છે. લાગવગ કે ભલામણ નહીં પણ લાયકાત અભ્યાસનાં આધારે નોકરી મળી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યા પર પારદર્શક પ્રક્રિયાની બહેનોને પ્રતીતિ થઇ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૭૮ બહેનોને નિમણક પત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે બહેનોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. વિસાવાડા કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂક મેળવનાર વિભૂતિબેન કેશવાલાએ હર્ષની લાગણી સાથે જણાવ્યુ કે, રાજય સરકારના પારદર્શક ભરતી પ્રક્રિયાથી આંગણવાડીમાં નોકરી કરવાનું મારૂ સ્વપ્ન સાકાર થયુ છે. સરકાર દ્રારા બાળ ઉછેર ઉપરાંત સગર્ભાઓ, ધાત્રી માતાઓ તથા કિશોરીઓને પોષણને લગતી તમામ જાણકારી તથા પોષણયુક્ત આહાર મળી રહે તેની પુરતી તકેદારી રાખીશ.

બાળ ઉછેર ખુબ જ અઘરૂ કામ હોય છે. ત્યારે બાળકો હસતા હસતા ભણવા આવે તે માટે આંગણવાડી કેન્દ્રો ખાતે સરકાર તથા દાતાઓ દ્રારા રમત ગમતના સાધનો પણ પુરા પાડવામાં આવતા હોય છે. સરકાર દ્રારા દરરોજ મેનુ મુજબ પોષ્ટિક ભોજન પીરસાતુ હોય છે. વિસાવાડા કેન્દ્ર ખાતે નિમણૂક પત્ર મેળવનાર તેડાગર રિધ્ધિ બહેન ઓડદરાએ જણાવ્યુ કે, મારા માટે ગૌરવની વાત છે કે મને આંગણવાડીમાં નોકરી રૂપે સેવાનો અવસર મળ્યો છે. બાળકો ઉપરાંત સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ તથા કિશોરીને પુરતુ પોષણ મળી રહે તે માટે હું કેન્દ્ર ઉપરાંત નિયમિત ફિલ્ડવર્ક પણ કરીને યોગ્ય લાભાર્થીને આઇસીડીએસ યોજનાના લાભ અપાવીશ.

આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પામેલા સ્વાતીબેન રાઠોડે ખુશી સાથે કહ્યુ કે, મારા અને મારા પરિવાર માટે આ આનંદનો અવસર છે. ઘરમાં નાના બાળકની માતા તરીકે હું ફરજ બજાવુ છું. આંગણવાડી કેન્દ્રમાં આવતા તમામ ભુલકાઓની માતા બનીને મારી પોતાની ફરજ નિષ્ઠાપુર્વક બજાવીશ. પોરબંદર જિલ્લામાં નિમણૂક મેળવવા તમામ બહેનોના ચહેરા પર હર્ષની લાગણી છલકાઇ રહી હતી.

પોરબંદર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી વર્કર અને હેલ્પર તરીકે ૭૮ બહેનોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોએ આ તકે બહેનોને શુભેચ્છા પાઠવવાની સાથે નિષ્ઠાપુર્વક ફરજ બજાવવા આહવાન પણ કર્યુ હતું.

પોરબંદર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયેલ નિમણૂક પત્રો વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીએ જણાવ્યું કે,આંગણવાડીના બહેનો ચિલ્ડ્રન લાઇબ્રેરી સમાન છે જે બાળકોની તકલીફો દુર કરે છે. આંગણવાડીના બાળકો, કિશોરીઓ, સર્ગભા બહેનો, ધાત્રી માતાઓ સુધી આઇસીડીએસની તમામ યોજનાઓ પહોંચે તેઓને જાણકારી મળે તે માટે નિષ્ઠાપુર્વક ફરજ બજાવવાની છે.

આંગણવાડી ભરતી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રોગ્રામ આસીસ્ટન્ટ ભારતીબેન ઓડેદરાનું જિલ્લા પંચાયતના પ્રમુખે પુષ્પગુચ્છ પાઠવીને અભિવાદન કર્યુ હતું.

અત્રે ઉલ્લખેનીય છે કે, પોરબંદર જિલ્લામાં ૭૮ બહેનોને આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર તરીકે નિમણુક અપાયા જેમા પોરબંદરમાં ૫૪, રાણાવાવમાં ૮ તથા કુતિયાણામાં ૧૬ બહેનોને નિમણુક અપાઇ છે. મુખ્ય સેવિકા લીનાબેન મકવાણાએ બહેનોને આંગણવાડી બહેનોની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પ્રોગ્રામ ઓફિસર વિજયભાઇ જોષી, આભારવિધિ સી.ડી.પી.ઓ. શિલ્પાબેન બાપોદરાએ તથા કાર્યક્રમનું સંચાલન પુજાબેન રાજાએ કર્યુ હતું.

કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસનાં ચેરમેન લક્ષ્મીબેન મોરી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હેમંતભાઇ ડોડીયા સહિત મહાનુભાવો તથા આઇસીડીએસ સ્ટાફ હાજર રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે