Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે હેરીટેજ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત બાંધણીનો વર્કશોપ, હેરિટેજ વોક, હેરિટેજ ફોટોગ્રાફી વર્કશોપ અને ટ્રેઝર હન્ટ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે:જાણો સંપૂર્ણ વિગત

ગાંધી-સુદામાની નગરી પોરબંદર એવા હેરીટેજ શહેરમાં હેરિટેજ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાર્તા અને બાંધણીનો વર્કશોપ, હેરિટેજ વોક, હેરિટેજ ફોટોગ્રાફી વર્કશોપ અને ટ્રેઝર હન્ટ વગેરે યોજાશે.

પોરબંદર ઇન્ટેક દ્વારા આગામી તા. ૧૪-૧૧-૨૦૨૨ને સોમવારથી તા. ૨૦-૧૧ રવિવાર સુધી હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ છે. એમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થશે. જેમાં પોરબંદર શહેરના નાના મોટા સૌને આકર્ષે એવા કાર્યક્રમો થશે. જેમકે, તા. ૧૪-૧૧-૨૨ ‘વાર્તા રે વાર્તા – વર્કશોપ’ જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાથમિક શિક્ષકો માટે વાર્તા કહેતાં શીખવવામાં આવશે. સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ શાળાના વિદ્યાર્થીઓ માટે અને ૧૧:૩૦ થી ૧:૩૦ કોલેજના વિદ્યાર્થીઓ માટે આયોજન થયું છે. રેલ્વે સ્ટેશન રોડ ઉપર માણેકબાઇ સંસ્કૃત વેદીક પાઠશાળા ખાતે થયેલા આ આયોજનમાં શીતલબેન મોરઝરીયા રાયઠઠા માર્ગદર્શન આપશે.

તા. ૧૫-૧૧-૨૨ બાંધણી વર્કશોપ તથા પ્રદર્શન રહેશે. જેમાં વર્કશોપ સાંજે ૪ થી ૬ બે કલાક રહેશે અને પ્રદર્શન રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. માણેકબાઈ સંસ્કૃત વેદીક પાઠશાળા ખાતે થયેલા આ આયોજનમાં સંચાલન પૂર્વી બુચ કરશે. તા. ૧૩/૧૧ સુધી ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે ઋષિકા હાથી ઉપરાંત હેતલબેન શાહ નો સંપર્ક સાધી શકાશે.

તા. ૧૬ અને ૧૭ નવેમ્બરે હેરિટેજ વોકનું આયોજન છે, જેમાં પોરબંદર શહેરના ઘરેણાં સમાન જાણીતી ને અજાણી ઇમારતોને જોવા જાણવાનો લહાવો મળશે. હેરિટેજ વોક તા. ૧૬ ના સવારે ૮ વાગ્યે શીતલાચોક ખાતેથી શરૂ થશે અને તા. ૧૭ ના ૮ વાગ્યે જુની કોર્ટ કમ્પાઉન્ડ ખાતેથી શરૂ થશે. જેનું સંચાલન પોરબંદરના સીનીયર સીટીઝન રમેશભાઈ ઝાલા અને મનોજ મકવાણા કરશે. રજી. ની છેલ્લી તા. ૧૪/૧૧ છે

તા. ૧૮ અને ૧૯ નવેમ્બરે હેરિટેજ ફોટોગ્રાફી વર્કશોપ યોજાશે. જેમાં બે દિવસ પોરબંદરના ફોટોગ્રાફી કરવા અને શીખવા ઇચ્છતા નાગરિકોને પોરબંદરના નામાંકિત ફોટોગ્રાફર મિત્રો દ્વારા જ્ઞાન પીરસવામાં આવશે. વર્કશોપમાં બે થીમ નકકી થઇ છે. મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે સવારે ૬ થી ૧૦:૩૦ સુધી આ વર્કશોપ યોજાશે. જેમાં હેરિટેજ સ્થળો અને લોકજીવન કેન્દ્ર સ્થાને રહેશે. નીરજ મોનાણી, પુનીત કારીયા અને પ્રજ્ઞેશ જુંગી વર્કશોપનું સંચાલન કરશે. નામ નોંધાવવાની છેલ્લી તા. ૧૬/૧૧ છે.

તા. ૨૦/૧૧ને છેલ્લા દિવસે ટ્રેઝર હન્ટની સ્પર્ધા રાખવામાં આવેલ છે. જે નટવરસિંહજી કલબ ખાતે સવારે ૮ વાગ્યાથી શરૂ થશે. હેરિટેજ ટ્રેઝર હન્ટનું સંચાલન રોટરી અને રોટરેકટ કલબ કરશે, નામ નોંધાવવાની છેલ્લી તા. ૧૪/૧૧ છે
તા. ૧૪ થી ૨૦ નવેમ્બર સુધી યોજાનાર આ વિવિધ સ્પર્ધાઓ ઈન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ(ઈન્ટેક)દ્વારા યોજાશે અને આ પાંચે પાંચ આયોજનની વધુ વિગત માટે પ્રાજકતા દત્તાણીના મો.નં. ૯૮૭૯૫ ૯૩૯૯૫ કે નિરજભાઈ મોનાણીના મો. નં. ૯૮૨૪૨૮૪૨૫૧ ઉપર સંપર્ક સાધવા યાદી પાઠવાઈ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે