Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર એસઓજી દ્વારા સ્નીફર ડોગ મારફત ફિશિંગ બોટો,દંગા,ડ્રગ પેડલર નાં રહેઠાણ વગેરે સ્થળો એ ચેકિંગ

પોરબંદર

દરીયાઇ માર્ગેથી થતા ગુન્હા અટકાવવા માટે તેમજ આંતરિક સુરક્ષા પરીસ્થીતી ને ધ્યાને લઇ પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્રારા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા ને સ્નીફર ડોગ મારફત ચેકિંગ હાથ ધરવા સુચના આપવામાં આવી હતી.જે સુચના આધારે નાર્કોટીકસ અને એક્સપ્લોઝીવ પદાર્થો ની તપાસ હાથ ધરી શકાય તે માટે રાજકોટ થી ખાસ બે સ્નીફર ડોગ કે જેમાં એક ડોગ નાર્કોટીક્સ પદાર્થો તથા બીજો ડોગ એક્સપ્લોઝીવ પદાર્થો ને શોધી કાઢવામાં નિષ્ણાત હોય તેવા ડોગ મંગાવવામાં આવ્યા છે.અને તેની મદદ થી બંદર વિસ્તાર,જેટી, અસ્માવતી ધાટ તથા સામા કાંઠા વિસ્તારમાં ફીશીંગ કરીને આવેલ બોટો તથા પીલાણાની સધન રીતે સ્નીફર ડોગ દ્વારા નાર્કોટીકસ લગત તથા એમ્પ્લોઝીવ લગત વસ્તુનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

ઉપરાંત મચ્છીના દંગાઓ, લેન્ડીંગ પોઇન્ટો, વાઇટલ ઇન્સ્ટોલેશન પોઇન્ટ તથા ડ્રગ્સ પેડલરના રહેણાંક મકાને પણ ડોગ મારફત ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હજુ આગામી એક અઠવાડિયા સુધી આ કામગીરી ચાલુ રહેશે તેવું જાણવા મળે છે.

સદરહું કામગીરીમાં સદરહું કામગીરીમાં PI કે.આઇ.જાડેજા, તથા એ.એસ.આઇ એમ.એમ.ઓડેદરા,કે.બી.ગોરાણીયા તથા પો.હેડકોન્સ સરમણભાઇ સવદાસભાઇ,રવીભાઇ ચાંઉ તથા પોલીસ કોન્સ.સમીરભાઇ જુણેજા,વિપુલભાઇ બોરીચા, પૃથ્વિરાજસિંહ ગોહીલ રોકાયેલ હતા.ડોગ હેન્ડલર આર્મ્ડ હેઙ.કોન્સ ઇન્દ્રીસભાઇ.વી.ચોટીયારા તથા દાઉદભાઇ ભવાર રોકાયેલ હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે