Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં રાષ્ટ્રીય પ્રેસ ડે નિમીત્તે પત્રકારોનું અભિવાદન કરાયું

પોરબંદરમાં રાષ્ટ્રીય પ્રેસ ડે નિમીત્તે પત્રકારોનું અભિવાદન થયું હતું. રોટરી કલબ ઓફ પોરબંદર દ્વારા જી.એમ.સી. સ્કુલ ખાતે રાષ્ટ્રીય પત્રકારીત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોરબંદરના પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડીયાના પત્રકારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

રોટરી કલબના પ્રેસીડેન્ટ પુર્ણેશ જૈનએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ૧૬ નવેમ્બર ૨૦૨૨ ના રોજ ભારત દેશના મીડિયા અને પ્રેસ ને બિરદાવવા નેશનલ પ્રેસ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આપ ભારત દેશના ડેમોક્રેસીના ચોથા સ્તંભ તરીકે કાર્ય કરો છો. લગાતાર પોતાને જોખમ માં મૂકી ને પણ આપ સતત સમાજમાં સત્યને પ્રકાશીત કરો છો. આપ સમાજ ને ઘણા વિષયો માટે માહિતગાર કરો છો અને એમના જ્ઞાન માં ઉતરોતર વધારો કરવામાં મદદરૂપ બનો છો. કોઈ પણ ન્યુઝને સત્યતા અને પ્રમાણિકતા થી પ્રકાશિત કરીને જનતા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આપનું ખાસ યોગદાન રહ્યું છે.

આપ ના આ કાર્ય ને બિરાવવા અને આપનું ધન્યવાદ આપવા રોટરી કલબ ઓફ પોરબંદર નેશનલ પ્રેસ ડે ના દિવસે આપને સર્ટીફીકેટ ઓફ અપ્રેસીએશનથી સમ્માનિત કરી રહ્યું છે તેથી તેનો સ્વીકાર કરશો. તેમ ઉમેર્યું હતું. જી.એમ.સી. ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે યોજાયેલા આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં પ્રિન્ટ ઇલેકટ્રોનીક મીડીયા અને વેબ મીડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા રોટરી કલબના પ્રેસીડેન્ટ પુર્ણેશ જૈન, સેક્રેટરી તુષાર લાખાણી, વાઈસ પ્રેસીડેન્ટ અનીલ માંડલીયા, મેમ્બર જયેશ પતાણી, રોહિત લાખાણી, ડી.કે. ઘેડીયા, પ્રીતેશ લાખાણી, જય કોટેચા, અશ્વીન ચોલેરા, જીજ્ઞેશ લાખાણી, જીતેન ગાંધી, ધવલ પરમાર, કેતન પારેખ, ડો. પરાગ મજીઠીયા વગેરે જહેમત ઉઠાવી હતી. જી.એમ.સી. ઈન્ટરનેશનલ સ્કુલના પ્રિન્સીપાલ ગરીમા જૈન દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આભારવિધી પૂર્ણેશ જૈન દ્વારા થઇ હતી. પ્રાસંગિક પ્રવચન જયેશભાઈ પતાણીએ કર્યું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે