Wednesday, April 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ખારવા સમાજ ના ૩૨૦૦ લોકો સામે થયેલ કેસ પરત ખેંચવા રજૂઆત:વાણોટ દ્વારા મુખ્યમંત્રી ,ગૃહમંત્રી ને રજૂઆત

પોરબંદર

પોરબંદર માં બે વર્ષ પૂર્વે ખારવા સમાજ ના ૩૨૦૦ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસ પરત ખેંચવા ખારવા સમાજ ના વાણોટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને રજૂઆત કરી છે.

પોરબંદર ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે  અમો શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના પ્રમુખ છીએ.અને પોરબંદર માં વસવાટ કરી સમાજ ને લગતી સામાજિક ન્યાયિક પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે.ગત તારીખ 26/5/2018 ના દિવસે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અમારા ખારવા માછીમાર સમાજ ના લોકો અધિક માસના અંતિમ દિવસ અમાસ ના દિવસે શહેરની પરિક્રમા કરતા હતા.તે સમયે કેટલાક આવારા તત્વો એ અફવા ફેલાવી અને હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝગડા થયા હોય તેવી અફવા ના કારણે લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા હતા.અને વાતાવરણ તંગ બનેલ હતું.થોડા સમયમાં બન્ને સમાજ ના આગેવાનો અને પોલીસ જવાનો,અધિકારીઓ દોડી આવ્યા હતા.અને વાતાવરણ શાંત કરવા મથામણ શરૂ કરી હતી.અને વિખુટા પાડવા પ્રયાસો શરૂ કર્યા હતા.બાદ મા મોડી રાત્રે પોલીસે કોમ્બિંગ કરી કેટલાક નિર્દોષ લોકો ને ઘરમાંથી બહાર કાઢી માર મારેલ અને વાહનોમાં નુકશાન કરેલ.

બાદમાં સવારે 32 લોકોના નામ જોગ અને બાકી 3200 થી વધુ લોકો સામે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરેલ હતી.જેમાં અમારા માછીમાર સમાજના નિર્દોષ લોકોના નામો દાખલ થયેલ છે.જેમાંથી 86 જેટલા લોકો ની પોલીસે અટક કરી હતી.અમારા સમાજના લોકો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ક્યારેય કોઈ દેશ દ્રોહી પ્રવૃત્તિ માં સંકળાયેલ નથી.માત્ર ધાર્મિક ઉત્સવો અને વેપાર ધંધા અને મજુરી કામ સિવાય અમારા સમાજ કોઈ જગ્યા પર વિવાદ માં હોય નહિ,તેથી અમો એ પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુકને અમારા સમાજ ના કેસો પરત ખેંચવા લેખિત રજુઆત ગત તારીખ 15 જાન્યુઆરી 2021 ના રોજ કરી હતી.જેના માટે તેઓએ અમારા સમાજ ને આશ્વાસન આપ્યું હતું.પરંતુ હવે આપ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ધુરા સંભાળી રહ્યા છો.ત્યારે અમો આપ સાહેબને રજુઆત કરીએ છે. અને અમારી લેખિત મા માંગ છે કે અમારા સમાજ ના લોકો પર થયેલા ખોટા કેસો જલ્દી થી પરત ખેંચી ન્યાય આપવા અમારી માંગ છે.

વિશેષ માં આપ જ્યારે સમય આપો ત્યારે અમો અમારા સમાજના તમામ હોદેદારો આપની સમક્ષ મૌખિક ચર્ચા કરવા તેમજ આપના ગૃહ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવા અને રૂબરૂ મળવા માટે તૈયાર છે માટે આપનો સમય આપવા અમારી વિનંતી છે.તેવું પણ જણાવ્યું હતું.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે