Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરની ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓએ ઝૂપડપટ્ટીમાં જઈ થર્ટીફર્સ્ટની નવતર ઉજવણી કરી

પોરબંદર

પોરબંદર
યુવાપેઢી થર્ટી ફસ્ટની ઉજવણી મિત્રો સાથે પાર્ટીઓના આયોજન કરી મોજશોખ માટે કરતી હોય છે પરંતુ જ્યાં સેવાની સરવાણી અને નોખી અનોખી સામાજિક પ્રવૃત્તિઓ બારેમાસ ધમધમે છે તેવી ગાંધી સુદામાની નગરી પોરબંદરમાં સમાજકાર્યનો અભ્યાસ કરતા યુવક-યુવતીઓએ તેમના માર્ગદર્શક પ્રોફેસરના નેતૃત્વમાં પછાત વિસ્તારની તરુણીઓ,યુવતીઓ અને મહિલાઓ માટે એક વિશિષ્ટ જનજાગૃતિનો કાર્યક્રમ યોજવાની સાથે તેઓને માસિક સ્ત્રાવ સમયે અન્ય નકામી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાને બદલે સેનેટરી પેડનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપીને તેનું નિશુલ્ક વિતરણ કરી સમાજને નોખો અનોખો રાહ ચીધ્યો છે.

પ્રોફેસરે આપ્યો વિશિષ્ટ દ્રષ્ટિકોણ
પોરબંદરમાં માલદેવજી ઓડેદરા ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર ગોઢાણીયા શેક્ષણિક સંકુલના સમાજકાર્ય વિભાગના વીઝીટીંગ લેકચરર જીજ્ઞેશ પોપટ છેલ્લા ૨૨ વર્ષ થી પત્રકારત્વ જગત સાથે સંકળાયેલા છે અને પછાત વિસ્તારોમાં જઈને લોકોની સમસ્યાઓ જાણીને તેના નિરાકરણ માટે સરકાર અને સામાજિક તંત્રની મદદ લઈ હરહંમેશ પ્રયત્નશીલ રહે છે ત્યારે તેમના ધ્યાને અગાઉ એવું આવ્યું હતું કે પછાત વિસ્તારમાં રહેતી તરુણીઓ યુવતીઓ અને મહિલાઓ માસિક સ્ત્રાવ સમયે જુના કપડા, અખબારના પાના, વૃક્ષોના પાંદડાનો ઉપયોગ કરે છે આથી તેમણે આવા અનેક વિસ્તારોમાં આ પ્રકારની જોખમી વસ્તુઓનો ઉપયોગ કરનારને સ્વખર્ચે અને ક્યારેક દાતાઓની મદદથી સેનેટરી પેડ પુરા પાડ્યા હતા.તેમનો આ વિશિષ્ટ સેવાનો દ્રષ્ટિકોણ વર્ગખંડમાં સમાજકાર્યના વિદ્યાર્થીઓને સમજાવીને નોખું અનોખું કરવાની પ્રેરણા આપી હતી.
થર્ટીફસ્ટની પ્રેરણાદાયી ઉજવણી
ડો.વી.આર ગોઢાણીયા પી.જી. સેન્ટર ફોર સોશ્યલ વર્કના ડાયરેકટર રણમલભાઈ કારાવદરાએ કોલેજના પ્રોફેસરો અનેવિદ્યાર્થીઓને થર્ટીફસ્ટની વિશિષ્ટ સેવાકાર્યો દ્વારા ઉજવણી કરવાનું જણાવતા માસ્ટર ઓફસોશ્યલ વર્કના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ તેમના વીઝીટીંગ લેકચરર જીજ્ઞેશ પોપટના માર્ગદર્શન નીચે ઝુંપડ પટ્ટીમાં જઈને સેનેટરી પેડ વિતરણ કરી ઉજવવાનું આયોજન હાથ ધર્યું હતું જેમાં આશાવર્કર એસોશિએશનનાજીલ્લા પ્રમુખ કિરણબેન જોશી.આશાવર્કર નીપાબેન ચામડિયાફીમેલ હેલ્થ વર્કર મિતલબેન પિત્રોડા અને ખુશાલીબેન ગોહેલ વગેરેનો સંપર્ક સાધીને શહેર થી દુરની ઝુંપડપટ્ટી પસંદ કરીને જનજાગૃતિનો આ વિશિષ્ટ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં આ વિસ્તારની તરુણીઓ, યુવતીઓ અને મહિલાઓને સેનેટરી પેડનું નિશુલ્ક વિતરણ કરવાની સાથો-સાથ તેઓને ઉડાણ થી સમજ પણ આપી હતી.
જોખમી ચીજવસ્તુઓનો થતો હતો ઉપયોગ
કોલેજીયન વિદ્યાર્થીનીઓએ પ્રશ્નોતરી કરતા એવી ચોકાવનારી માહિતી બહાર આવી હતી કે ત્યાં તેઓ માસિક સ્ત્રાવ સમયે જુના કપડા, અખબારના પાનાં, વૃક્ષોના પાંદડા શણના ગુણીયા, કંતાન થી માંડીને ખુબ જોખમી કહી શકાય તેવા પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ કરતી હતી આથીમાર્ગદર્શન આપવા ગયેલી કોલેજીયન યુવતીઓ પણ ચોકી ઉઠી હતી.
ચાર્ટ અને ચિત્રો દ્વારા અપાઈ સમજ
કોલેજીયન યુવતીઓ આ કાર્યક્રમ માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે દિવસોની મહેનત કરી જુદા-જુદા ચિત્રો અને ચાર્ટ તૈયાર કરીને લાવી હતી જેના દ્વારા ખુબ ઊંડાણ થી સમજ આપીને માસિક સ્ત્રાવ સમયે તન મન સ્વસ્થ રાખવા સમજ આપી હતી અને ત્યાંની રહેવાસીઓ જે જોખમી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રહી છે તેનાથી કેવા પ્રકારની ગંભીર બીમારીઓ થઇ શકે તેનું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સેનેટરી પેડના ઉપયોગની પ્રેક્ટીકલ સમજ
ઝુપડામાંરહેતી તરુણીઓ અને યુવતીઓ માટે સેનેટરી નેપકીન શબ્દ જ અજાણ્યો હોય છે ત્યારે તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને ઉપયોગ કર્યા પછી તેના બેક્ટેરિયા ફેલાઈ નહી તે રીતે તેનો નાશ કેમ કરવો? તેની વિગતવાર સમજ અપાય હતી એટલું જ નહી પરંતુ પેડ કઈ રીતે પહેરવું તેનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
પોકેટમનીમાંથી રકમ બચાવી વિસ્તાર લીધો દતક
સમાજકાર્યના વિદ્યાર્થીઓનું ક્ષેત્ર જ સમાજ સેવાનું છે. ત્યારે કોલેજના આ વિદ્યાર્થીઓ એ માત્ર નવા વર્ષની ઉજવણી કરવા ખાતર એક દિવસ માટે કરી હોય તેવું નથી પરંતુ વિદ્યાર્થીઓ પોતાની પોકેટ મનીમાંથી રકમ બચાવી દર મહીને આ વિસ્તારની તરુણીઓ અને યુવતીઓ માટે દર મહીને નિશુલ્કસેનેટરી પેડ પ હોચાડશે તેમ જણાવીને આ વિસ્તાર ને કાયમી ધોરણે દતક લીધો હતો.
શપથ લેવડાવ્યા
કોલેજીયન યુવતી ઓએ પેડ વિતરણ કરવાની સાથો-સાથ સૌને એવા સપથ લેવડાવ્યા હતા કે નવા વર્ષથી તેઓ સ્વાસ્થ્યમાટે જોખમી એવી કોઈ ચીજવસ્તુઓનો ઉપયોગ કરશે નહી અને નિયમિત રીતે પેડનો ઉપયોગ કરીને પોતાની શારીરિક સ્વચ્છતા જાળવશે તેવો નવા વર્ષે સંકલ્પ લીધો હતો.
ટ્રસ્ટીઓએ યુવાપેઢીની કામગીરી બિરદાવી
યુવાપેઢી મિત્રો સાથે પાર્ટીઓમાં મોજ મજા કરીને ન્યુયર પાર્ટીઉજવતી હોય છે પરંતુ સમાજકાર્યના વિદ્યાર્થીઓએ નોખી અનોખી અને વિશિષ્ટ રીતે થર્ટી ફસ્ટની ઉજવણી કરી નવા વર્ષને વધાવ્યું છે ત્યારે માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડો.વિરમભાઈ ગોઢાણીયા શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા મેનેજીગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા ભરતભાઈ ઓડેદરા,શાન્તાબેન ઓડેદરા,ભરતભાઈ વિસાણા ડો. હિનાબેન ઓડેદરા,ડો.એ આર ભરડા, જીજ્ઞેશભાઈ રાજયગુરૂ અને સમાજકાર્ય વિભાગના ડાયરેક્ટર રણમલભાઈ કારાવદરાએ વિદ્યાર્થીઓ દ્વારા થયેલા આ વિશિષ્ટ આયોજનને ખાસ બિરદાવીને પ્રોત્સાહિત કર્યા હતા.
આમ, આ કાર્યક્રમમાં આશાવર્કર કિરણબેન જોશી,નીપાબેન ચામડિયા,ફીમેલ હેલ્થ વર્કર મિતલબેન પિત્રોડા અને ખુશાલીબેન ગોહેલ સમાજકાર્ય વિભાગના ડાયરેક્ટર રણમલભાઈ કારાવદરા,આ આયોજનના પ્રેરણાસ્ત્રોત જીજ્ઞેશ પોપટ અને પ્રા. રેખાબેન બાપોદરા ત્થા સમાજકાર્યના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
પ્રથમ વખત માસિકમાં બેસતી તરુણીઓને મળ્યું અમુલ્ય માર્ગદર્શન
માસિક સ્ત્રાવની વાત આવે એટલે સુશિક્ષિત પરિવારોમાં પણ આવી બાબતોને જાહેર માં ચર્ચવામાં આવતી નથી ત્યારે પછાત વિસ્તારોમાં કોલેજીયનો એ ઝૂપડપટ્ટીમાં જઈને આ વિશિષ્ટ મુદે ખુબ જ ઉડાણ થી સમજ આપવાની સાથો-સાથ પ્રથમ વખત જ માસિકમાં બેસતી તરુણીઓને કેવી કાળજી રાખવી અને ઝુપડામાં રહેતી તેની માતાઓ એ કઈ રીતે માર્ગદર્શન આપવું તેની ઊંડાણ થી સમજ આપી હતી.તેમજ શરૂઆતના તબ્બકે ક્યારેક વધુ પડતું તો ક્યારેક અનિયમિત રક્તસ્ત્રાવ થતો હોય ત્યારે કેવી કાળજી લેવી તેની પણ સમજ અપાય હતી.

સરકાર સેનેટરી પેડ વિતરણની યોજના બનાવે તેવી નમ્ર અપીલ
રાજ્ય અને કેન્દ્ર સરકાર છેવાડાના લોકોના લાભાર્થે જુદી-જુદી અનેક યોજનાઓ બનાવે છે તેમાં પણ ખાસ આરોગ્ય જેવા મુદે વધુ ભાર મુકવામાં આવે છે.ત્યારે પોરબંદરના આ કોલેજીયનો એ સરકાર પાસે એવી અપેક્ષા રાખી હતી કે પછાત વિસ્તારની મહિલા,યુવતી,તરુણીઓ માટે નિશુલ્ક સેનેટરી પેડનું દર મહીને વિતરણ કરાઈતો દેશની ભાવિપેઢીને વધુ સ્વસ્થ બનાવી શકશે તેવી નમ્ર અપીલ કરી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે