પોરબંદર
દેશભરમાં કોરોના વાઇરસના કારણે ઠેર-ઠેર થતાં લોકોના મેળાવડા અને કાર્યક્રમો તથા ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે દર વર્ષે પોરબંદર જિલ્લામાં આવેલા માધવપુરમાં ધામધૂમ થી યોજાતા માધવરાય અને રુકિમણીના વિવાહ આ વર્ષે સાદાઇથી યોજવામાં આવ્યા હતા
સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કારણે ઠેર-ઠેર થતાં લોકોના મેળાવડા અને કાર્યક્રમો તથા ધાર્મિક કાર્યક્રમો રદ્ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે દર વર્ષે પોરબંદર જિલ્લામાં આવેલા માધવપુરમાં માધવરાય અને રુક્મિણી વિવાહ પ્રસંગે યોજાતા ભાતીગળ મેળામાં અનેક લોકો આવે છે. પરંતુ રાષ્ટ્રીય કક્ષાના મેળો જોવા મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. જેના કારણે કોરોના રોગ ફેલાવાની વધુ શક્યતાઓ રહેતી હોવાના લીધે સરકાર દ્વારા અહીં કોઈપણ સરકારી કાર્યક્રમનું આયોજન અને કૃષ્ણ રુક્મિણી વિવાહની ઉજવણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ત્યાર બાદ રામનવમીના દિવસે શ્રી કૃષ્ણ રુક્મિણી વિવાહ પ્રસંગ પણ દર વરસે ધામધૂમ થી યોજાઈ છે , રામનવમી પર માધવપુર ખાતે ભાતીગળ લોકમેળાની સાથે સાથે ભગવાનના લગ્નની તમામ વિધીઓ પણ ઉલ્લાસપૂર્વક સમગ્ર ગ્રામજનો દ્વારા ઉજવવામાં આવતી હોય છે.જેમાં ભગવાનના લગ્ન પ્રસંગે રાત્રિના સમયે પૌરાણિક રથમાં ભગવાનનું ફૂલેકું કાઢવામાં આવે છે. રથમાં બિરાજમાન કરતા પૂર્વે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને ભજન-કીર્તનની રમઝટ સાથે આ ફૂલેકું માધવપુરની શેરીઓમાં વાજતે-ગાજતે નીકળતું હોય છે રામનોમનાં દિવસે શ્રી રૂક્ષમણી માતાજી નું મંદિર ના મહંત દ્વારા તેડું કરવા માં આવે છે ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણ ના નિજમંદિરેથી રાત્રી ના ૯ કલાકે વરણાગીં ઢોલનગારા દાડિયા રાસ ની રમઝટ સાથે બ્રહ્મકુંડ ભ્રમકુંડ સુધી ત્રણ દિવસ ચેત્ર સુદ નોમ,દસમને અગિયારસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ નું વરણાગી (ફૂલેકુ) નીકળે છે ત્યાર બાદ ચૈત્ર સુદ ૧૨ ને દિવસે કન્યા પક્ષ ના મહંત દ્વારા સામૈયું લઈને ભગવાન શ્રીકૃષ્ણ ના પક્ષ ને વિધિવત જાન લઈ ને આવવા માટે આમંત્રિત કરવા માં આવે છે ત્યાર બાદ જાન નું આગમન સાંજના ૬ કલાકે થાય છે ત્યાર બાદ ચૈત્ર સુદ ૧૨ ની રાત્રી ના ભગવાન શ્રીકૃષ્ણ ના ચાર ફેરા ફેરવા માં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષમણી માતાજી લગ્ન થી વિધિવત જોડાય છે. પરંતુ આ વર્ષે કોરોના ને ધ્યાને લઇ ને સાદાઈ પૂર્વક આ લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા. જેમાં કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તેનું ખાસ ધ્યાન માધવરાય મંદીર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું હતું અને સદાઇથી આ લગ્ન સંપન્ન થયા હતા. ઉલ્લેખનીય છે કે, 121 વર્ષ પહેલા ગુજરાત મા મરકી નો રોગચાળો ફાટી નીકળો હોવાથી 1 માર્ચ 1899 ના દિવસે મરકી રોગનો ફેલાવો અટકાવવા માટે માધવપુરમાં યોજાતા મેળાને રદ કરવાનો નિર્ણય તથા સાદાઈથી લગ્ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જયારે 121 વર્ષ બાદ પણ આ સ્થિતિ સર્જાઈ છે.

Advertisement
Advertisement