પોરબંદર
પોરબંદર શહેર માં કેટલાક હેર સલુન અને હેર પાર્લર માં હલકી ગુણવતા ના મટીરીયલ નો યુઝ કરવામાં આવે છે જેના કારણે ઘણી વખત ઇન્ફેકશન અને ચામડી ના રોગ પણ થવાની શક્યતા રહે છે આવું જ કૈક બન્યું છે પોરબંદર ના એક કોસ્મેટીક ના વેપારી સાથે ..
પોરબંદર ના મહારાજ બાગ વિસ્તાર માં રહેતા અને કોસ્મેટીક નો વ્યવસાય કરતા પીયુષ નવીનભાઈ લાખાણી (ઉવ ૩૮)નામનો યુવાન ગત રાત્રે એક હેર સલુન માં હેર કટિંગ અને શેવિંગ માટે ગયો હતો અને ત્યાર બાદ તેણે માથા માં તથા દાઢી માં હેરડાઈ કરાવી હતી.આ હેરડાઈ તેને સલુન ના સંચાલક દ્વારા માથા ના ભાગે અને દાઢી ના ભાગે ;લગાવી હતી ત્યાર બાદ પીયુશભાઇ ઘરે આવ્યા હતા અને લગભગ અડધા થી એક કલાક માં જ તેઓને શરીરે ફોડલીઓ ઉપસી આવી હતી અને ખંજવાળ પણ આવવા લાગી હતી અને થોડી વાર માં તો તેમનું મોઢું પણ સોજી ગયું હતું અને માથા ના ભાગે ગરમી લાગવા માંડી હતી અને ચક્કર પણ આવવા લાગ્યા હતા જેથી તેઓ ગભરાઈ ગયા હતા અને તુરંત જ તેમના પરિવારજનો ને જાણ કરતા પરિવાર ના સભ્યો એ તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં ડોકટરે તેમને ઇન્જેક્શન અને બાટલા ચડાવતા થોડે અંશે રાહત મળી હતી ઉલ્લેખનીય છે કે બજાર માં અનેક સૌન્દર્ય પ્રસાધનો હર્બલ ના નામે વેચાઈ રહ્યા છે પરંતુ હકીકતે તેમાં કેમિકલ હોય છે આ હેરડાઈ ના બોક્સ પર પણ હર્બલ હેરડાઈ લખ્યું હતું પરંતુ તેમાં હેવી કેમિકલો હોવાના કારણે તેની ગંભીર અસર પીયુશભાઇ પર થઇ હતી .આથી બજાર માં થી સારી ગુણવતા અને સારી કમ્પની ના જ સૌન્દર્ય પ્રસાધનો ખરીદવા જોઈએ તેમજ હેર સલુન માં પણ જ્યાં સારી ગુણવતા ના મટીરીયલ નો વપરાશ કરવામાં આવતો હોય ત્યાં જ જવું જોઈએ તેવો જાણકારો માં મત પ્રવર્તી રહ્યો છે
હેરડાઈ ના જોખમી રસાયણો ના કારણે કેન્સર પણ થઇ શકે :તજજ્ઞો
આજકાલ સૌંદર્યપ્રસાધનો એટલા બધા વધી ગયાં છે કે ટીવી ઉપર શેમ્પૂ, ટેલ્કમ પાઉડર, નેઈલ પોલિશ, કોલ્ડ ક્રિમ વગેરેની ઢગલાબંધ જાહેર ખબરો આવે છે. સૌંદર્યપ્રસાધનોની આ જાહેરખબરમાં આ બધા સૌંદર્ય પ્રસાધનો વાપરવાથી તમારા સૌંદર્યમાં કેવો નિખાર આવશે અને તમને તેની શા માટે જરૂર છે તેની ડાહી ડાહી વાતો કરવામાં આવી છે. પરંતુ આ સૌંદર્ય પ્રસાધનોથી તમને શું નુકસાન થશે તે અંગે એક શબ્દ પણ જણાવવામાં આવ્યો હોતો નથી.
સૌંદર્ય પ્રસાધનો સુંદરતા વધારવાની સાથે સાથે ચામડીને નુકસાન પણ પહોંચાડે છે. જો કે બધા જ સૌૈંદર્યપ્રસાધનોને કારણે આમ બનતું નથી. જો મર્યાદામાં તેનોે ઉપયોગ કરવામાં આવે તો પણ ઝાઝું નુકસાન નથી થતું. સૌંદર્યપ્રસાધનોના ઉત્પાદન માટે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી લેભાગુ કંપનીઓ જે સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન કરે છે તે વાપરવાને કારણે તો ચોક્કસપણે જ શરીરની ત્વચાને નુકસાન થાય છે. અનેક કારણસર યુવાન વ્યક્તિના વાળ સફેદ થઈ જાય છે. વાળ કાળા કરવા માટે હેરડાઈનો ઉપયોગ વધતો જાય છે. હેરડાઈ ડોક તેમજ ચહેરા પર પ્રસરે છે. તેથી તેમાં રહેલા રસાયણો ત્વચા સાથે સંપર્કમાં આવે છે અને રિએકશન થાય છે. જેથી ત્વચાને નુકસાન પહોંચે છે. ત્વચા લાઈટ-ગ્રે કલરની થઈ જાય છે અને બાદમાં કાળી પડી જાય છે. વળી શરીરના તે ભાગમાં ખંજવાળ આવે છે. નવા સંશોધન પ્રમાણે હેરડાયના જોખમી રસાયણ કેટલીક વ્યક્તિમાં ત્વચાનું કેન્સર પણ નોતરે છે.