પોરબંદર
પરમ પૂજનીંય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રેરિત સ્વાધ્યાય પરિવાર દ્વારા 19 ફેબ્રુઆરી 2૦19, મંગળવારના રોજ ૪-૩૦ વાગ્યે ભવ્યાતિભવ્ય “મહેરં સંવર્ત ” નું આયોજન થવા જઈ રહ્યું છે. આ “મહેર સંવર્ત ” માં પૂજનીંય દીદીજીની વિશેષ ઉપસ્થિમાં એક લાખ થી વધુ મહેર ભાઈ-બહેનો જે ‘ત્રિકાળ સંધ્યા” કંઠસ્થ કરીને આવ્યા હશે, તેઓ પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ માં “ત્રિકાળ સંધ્યા” નું ગાન કરશે અને સુદામાના ધામમાં યોગેશ્વરના પગરણને વધાવશે. છેલ્લા 1 વર્ષથી મહેર સમાજમાં સ્વાધ્યાયી કૃતિશીલોએ સતત ભક્તિફેરી અને ભાવફેરી દ્વારા “ત્રિકાળ સંધ્યા” 40,00૦ થી વધુ ઘરોમાં પહોંચાડી તેની ફલશ્રુતિરૂપ આ “મહેર સંવર્ત ” નું આયોજન સ્વાધ્યાય પરિવાર દ્વારા પૂજનીંય દીદીજીની ઉંપસ્થિતિમાં પોરબંદર ના ચોપાટી મેળા મેદાન ખાતે આગામી 19 ફેબ્રુઆરી એ થઇ રહ્યું છે. પરમ પૂજનીંય…દાદાજીએ વિશ્વના પ્રત્યેક માનવ માટે ત્રિકાળ સંધ્યા આપી. તેમણે સમજાવ્યું કે, ભગવાન મારા હૃદયમાં બિરાજમાન છે, અને તે સતત મારી સેવા કરતો રહે છે. તે જ મને ઊંઘ આપે છે, ઉંઠાડે છે અને ખાધું પચાવે છે.આમ શાંતિદાન, સ્મૃતિદાન અને શક્તિદાન આપનારા વિશ્વંભર ને કૃતજ્ઞતાપૂર્વક આ ૩ વિશેષ સમયે યાદ કરવો એટલે જ “ત્રિકાળ સંધ્યા”. ગયા વર્ષે પૂજનીંય દીદીજીના જન્મદિવસ 12 જુલાઈના રોજ પૂજનીંય દીદીજી અને સૌ સ્વાધ્યાયીઓ સંકલ્પિત થયા કે, અમે બધા મહેર ભાઈઓમાં “ત્રિકાળ સંધ્યા ” લઇ જઈશું. અને ત્યારથી જ શરુ થયું આ ભગીરથ કાર્ય.

આ મહેર સમાજમાં “ત્રિકાળ સંધ્યા” માટે અક્ષરશ: હજારો સ્વાધ્યાયી દંપતિઓ તૈયાર થયા, પોતાના ટાઈમ, ટીફીન અને ટિકિટ લઇને મહેર ભાઈઓમાં 1 વર્ષ ભક્તિફેરી અને ભાવફેરી કરી, અને તેના ફળ રૂપે એક લાખ થી વધુ મહેર લોકોમાં આ ભગવદ્વિચાર પહોંચ્યો. અને માત્ર પોરબંદર કે તેની આસપાસના ક્ષેત્રો જ નહીં, પરંતુ દેશના તમામ ખૂણાઓ અને વિદેશમાં ખાંસ કરીને ઇંગ્લેન્ડ અને અમેરિકામાં વસતા મહેર ભાઈઓમાં પણ “ત્રિકાળ સંધ્યા” રૂપી ભગવદ્દપ્રેમ પહોંચ્યો. મહેર સમાજની કુલ વસ્તી આશરે 1,78,000 છે અને 25 થી વધુ મેર કુટુંબો રહેતા હોય તેવા 177 ગામો છે. આ તમામ ગામોમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન કુલ 4116 સ્વાધ્યાયી ભાઈ-બહેનોએ ભક્તિફેરી અને ભાવફેરી દ્રારા કુલ 40,000 થી વધુ મહેર કુટુંબો માં ”ત્રિકાળ સંધ્યા’ કંઠસ્થ કરાવી, અને મહેર સમાજ હ્રદયસ્થ ભગવાનની પ્રતીતિ કરતો થયો. સૌરાષ્ટ્રના દરેક જીલ્લામાંયી દંપતિઓ ભક્તિફેરી રૂપે પોરબંદર અને આસપાસના ક્ષેત્રોમાં પહોંચ્યા એક-એક દંપતિ ‘ 30 મહેર કુટુંબમાં ”ત્રિકાળ સંળ્યા” લઈને ગયું, અને વ્વાડી વિસ્તારમાં રહેતા મહેર ભાઈઓ બહેનો સુધી પણ સ્વાધ્યાયી કૃતિશીલૌ પહોંચ્યા. તેમ કરતા કરતા એક વર્ષના અંતે એક લાખ થી વધુ મહેર ભાઈ-બહેનોએ ”ત્રિકાળ સંધ્યા” કંઠસ્થ કરી ’આ મહેર સમાજમાંત્રિકાળ સંધ્યા’ પહોંચવાથી તેમના કુટુંબો માં છેલા ૧ વર્ષ દરમિયાન આવેલા પરિવર્તનનો ઇતિહાસ સાક્ષી રહેશે છેલ્લાં ૧ વર્ષમાં સેંકડો ભાવપ્રસંગો બન્યા, અને પૂજ્ય દાદાજીની ભાષામાં કહીએ તો એક માનવપૂંજમાં આમૂલ પરિવર્તન આવ્યું. આજે શનિવાર ના રોજ દીદીજી ની ઉપસ્થિતિ માં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે તા 17/02/2019, રવિવાર ના રોજ લગભગ 900 સ્કૂટર એક સાથે સ્ફૂટંર વિચલન દ્રારા પોરબંદર અને આસપાસના તાલુકાઓમાં ભગવદ્દપ્રેમના સંદેશવાહક બની ફરશે સ્ફૂટર વિચલન દ્વારા અંદાજે 1800 યુવાનો પોરબંદર શહેરમાં એકત્રિત થશે, પૂજનીય દીદીજી આ યુવાનોને સ્કુટર વિચલન માટે “ફ્લેગ ઑફ” આપશે અને ત્યારબાદ યુવાનો બરડા પંથક , કુતિયાણા, પોરબંદર શહેર, પોરબંદર તાલુકો, રાણાવાવ, માધવપુર તેમજ અન્ય ક્ષેત્રોમાં ભગવદ્દપ્રેમના ફરતાં વાહકો બનીને શાનદાર સ્કૂટર વિચલન કરશે. સાથે જ એ પણ ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમ માટે હજારો સ્વાધ્યાચી કૃતિશીલો યાતાયાત, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, અર્જુન કાર્યાલય જેવા વિભાગોમાં કાર્યરત થઇ ગયા છે. સ્વાધ્યાય પરિવારના કાર્યક્રમોની એક મોટી ઓળખ બની ચુકેલી સ્વાધ્યાયી યુવા ભાઈ બહેનોની ભાવંવંદનામાં 800 યુવા ભાઈ બહેનો મશાલ ગીત, મણીયારો ગીત અને શૌર્ય ગીત દ્રારા પૂજનીય દાદાજીને નમસ્કાર કરશે.