પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર જીલ્લા માં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ ને લઇ ને પોલીસ વિભાગ પણ સતર્ક બની ગયો છે.આ ચૂંટણી માં ૧૨૦ પોલીસ વાહનો અને ૧૬૨૦ સુરક્ષાકર્મીઓ બંદોબસ્ત માં જોડાશે.તો સોશ્યલ મીડિયા માં પણ પોલીસ ની  બાજનજર છે.

પોરબંદર જિલ્લામાં આગામી તા.૨૮ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે કુલ ૨૬૩ બીલ્ડીંગમાં સમાવિષ્ટ ૪૪૮ પૈકી ૪૯ અતિ સંવેદનશીલ અને ૧૧૦ સંવેદનશીલ અને ર૮૯ સામાન્ય બૂથ પર મતદાન થશે.આ મતદાન મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને લોકો નિર્ભયતાપુર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તે માટે પોલીસ અધિક્ષક રવી મોહન સૈનિ ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૪ નાયબ પોલીસ અધિક્ષક, ૮ પોલીસ ઇન્સ્પેકટર અને ર૪ પો.સબ ઇન્સ. તથા ૬૦૧ પોલીસ કર્મચારીઓ ઉપરાંત કુલ ૬૮૯ હોમગાર્ડ, જી.આર.ડી., એસ.આર.ડી. અને ૧૫૦ જેટલા એસ.આર.પી. જવાનો મળી કુલ ૧૬૨૦ સુરક્ષા કર્મીઓ અને ૧૨૦ પોલીસ વાહનો બંદોબસ્ત ફરજ પર મુકવામાં
આવ્યા છે.

તા.૨૭ ના રોજ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતે આવેલ ડીસ્પેચ સેન્ટર પરથી પોલીંગ સ્ટાફ સાથે બૂથ વાઈઝ ઇ.વી.એમ. નિયત મતદાન મથકે સુરક્ષિત રવાના થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે .જિલ્લામાં આવેલ મતદાન મથકો પૈકી દર દશ મતદાન મથક પર એક પોલીસ ગૃપ પેટ્રોલીંગ મોબાઇલ રાખવામાં આવેલ છે,જે તા.૨૭ ના સવારથી જ વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક ગૃપ પેટ્રોલીંગ જાળવશે.

તેમજ વિસ્તારમાં કોઇ અણબનાવ ન બને તેની તકેદારી માટે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જના નેતૃત્વમાં પોલીસ અને એસ.આર.પી.ના કર્મચારીઓની ક્વીક રીસ્પોન્સ ટીમ રાખવામાં આવેલ છે.આ બંદોબસ્તમાં સોશ્યલ મીડીયા ઉપર યોગ્ય વોચ રાખી શકાય તે રીતે ટેકનીકલ આયોજન પણ કરવામાં આવેલ છે.તા.૨૩/૦૧ના રોજ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થયા બાદથી જિલ્લામાં ચૂંટણી સબંધી કોઇ અનીચ્છનિય બનાવ ન બને તે માટે જરૂરી તકેદારી રાખી ભૂતકાળમાં ગુન્હાહીત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ તેમજ અસામાજીક પ્રવૃત્તિ કરતા ૩૧૨૮ તત્વો વિરૂધ્ધ અટકાયતિ પગલાંની કાર્યવાહી કરવામાં આવેલ છે.

તેમજ શકમંદો પર પુરતી વોચ રાખવામાં આવેલ છે. જેના લીધે જિલ્લામાં ચૂંટણી સબંધી કોઇ અણબનાવ બનેલ નથી. તેમજ મતદાનના દિવસે પણ ચૂંટણી પ્રક્રીયામાં કોઇ અંતરાય ન આવે તે માટે જિલ્લા પોલીસ સતર્ક છે. જિલ્લા પોલીસ તરફથી જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવી છે કે તેઓ કોઇપણ પ્રકારના ભય વિના મુક્તપણે પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરે. તેમજ અસામજીક તત્વો દ્રારા કોઇ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવશે તો કાયદેસરની કડફ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement