પોરબંદર

શ્રી અખિલ વિશ્વ લોહાણા મહા પરિષદ નાં નવ નિયુક્ત 15 માં પ્રમુખ શ્રી સતીશ ભાઈ વિઠલાણી તથા લોહાણા મહા પરિષદનાં મહિલા અધ્યક્ષા શ્રી રશ્મિબેન વિઠલાણી તા.8 જાન્યુઆરી શુક્રવારે પોરબંદર ની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.

પોરબંદર લોહાણા મહાજન દ્વારા એક સ્વાગત કાર્યક્રમ નું ખુબ મર્યાદિત જ્ઞાતિ ના શ્રેષ્ઠીઓ ની હાજરી માં શ્રી મોહનભાઈ કોટેચા – તાજાવાલા વાડી પર કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર લોહાણા મહાજન ઉપરાંત છાયા લોહાણા મહાજન આદિત્યાંના લોહાણા મહાજન અને રાણાવાવ લોહાણા મહાજન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ માં મહાજન ના વરિષ્ઠ ટ્રસ્ટી અનિલભાઈ કારીયા એ સહુ નું સ્વાગત કરેલ હતું,રાણાવાવ મહાજન પ્રમુખ ભરતભાઈ રાજાણી, મહિલા અગ્રણી દુર્ગાબેન લાદીવાલા અને અગ્રણી ઉધોગપતિ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના ના માર્ગદર્શક પદુભાઈ રાયચુરા એ પ્રાસંગિક ઉદબોધન સાથે જ્ઞાતિલક્ષી ચર્ચા કરી હતી નિયુક્ત પ્રમુખ સાથે જ્ઞાતિ હિત ની વાત અને તેને સ્પર્શતા મુદ્દા ની ચર્ચા મુદ્દાસર રીતે ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી. પ્રમુખ  સતિષભાઈ વિઠલાણી ની જરૂરી માહિતી સાથે નો પરિચય મહાજન ના ટ્રસ્ટી વિજયભાઈ મજીઠીયા એ આપ્યો હતો.

આ કાર્યક્રમ માં રઘુવંશી અગ્રણી અને જાણીતા ઇતિહાસકાર નરોત્તમ ભાઈ પલાણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની આગવી શૈલી માં આશિર્વચન પાઠવેલ હતા.

લોહાણા મહાજન ના ટ્રસ્ટીઓ હસુભાઈ બુદ્ધદેવ, નાથુભાઈ ઠકરાર, લલિતભાઈ સમાણી, ચેતન લાખાણી, ભાવિન કારીયા સુરેશભાઈ કોટેચા તેમજ લોહાણા મિત્ર મંડળ ના પ્રમુખ પરિમલ ઠકરાર, જાણીતા ઉદ્યોગપતિ આનંદભાઈ પ્રતાપભાઈ દત્તાની, મનોજભાઈ બદિયાની, પિયુષ મજીઠીયા, દિલીપભાઈ ગાજરા, મોહનભાઈ લાખાણી, લોહાણા મહિલા મંડળ ના કોકિલાબેન આડતિયા વંદનાબેન રૂપારેલ અને લોહાણા હિતેચ્છુ મહિલા મંડળ ના યામીનીબેન ધામેચા ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સભ્યો એ મિટિંગ માં હાજરી આપી હતી.

મિટિંગ ના અંતે મહાજન મત્રી રાજુભાઈ લાખાણી એ ઋણ સ્વીકાર અને આભાર વ્યક્ત કરેલ હતો. કાર્યક્રમ સંચાલન મહાજન ના કારોબારી સભ્ય જીતેશભઇ રાયઠઠા કરેલ હતું.

Advertisement