પોરબંદર

પોરબંદર જીલ્લા એન એસ યુ આઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રામધૂન બોલાવી, સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરાયા હતા તેમજ બિનસચિવાલય ક્લાર્ક ની પરીક્ષા ના પેપરની ફાડી વિરોધ નોંધવાયો હતા જેમાં પોરબંદર જિલ્લા એન એસ યુ આઈ ટીમના સદસ્યો, કોલેજ ટીમના તમાંમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

વિવિધ ભરતી પરીક્ષાઓ માં ગેરરીતી તેમજ તાજેતર માં સરકાર દ્વારા સ્કૂલો મર્જ કરવાના નિર્ણય ઉપરાંત યુવાનો માં વધતી બેરોજગારી મામલે આજે પોરબંદર જીલ્લા એન એસ યુ આઈ દ્વારા કલેકર કચેરી એ ઘેરાવ કરવામાં આવ્યો હતો તેમજ કચેરી બહાર ધરણા કરી અને રામધુન પણ બોલાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને સરકાર વિરુધ સુત્રોચ્ચાર કરી રામધુન પણ બોલાવવામાં આવી હતી અને જીલ્લા કલેકટર ને આવેદન પાઠવાયું હતું જેમાં એવું જણાવ્યું હતું કે તારીખ ૧૭/૧૧/૨૦૧૯ રવિવારના રોજ બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પરીક્ષાનો સમય ૧૨:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધીનો હતો અને પ્રવેશનો સમય સવારે ૧૧:૦૦ વાગાનો હતો આ સમય દરમિયાન સુરેન્દ્રનગરની શ્રી એમ.પી શાહ કોલેજોમાં કેન્દ્ર હતું ત્યાં પરીક્ષાર્થીઓ પોતાના વર્ગખંડમાં બેસતા જ ૪ થી ૫ વર્ગખંડની અંદર સવારના ૧૧:૩૦ ના સમય દરમિયાન પેપરબંચ સીલ વગરનું ખેલેલું જોવા મળ્યું, નિયમ મુજબ પરીક્ષાર્થીઓની હાજરીમાં જ પેપરબંચ ખોલવાનું હોય છે, પરંતુ આ બાબતે પરીક્ષાર્થીઓ દ્વારા વર્ગ નિરીક્ષકને જાણ કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો. તેઓએ એવું કહ્યું કે સ્ટાફ ઓફીશમાંથી જ શીલ તૂટેલ આવ્યા છે. આ બાબતની જાણ કોલેજના પ્રિન્સીપાલને કરતા તેઓએ અલગ નિવેદન આપેલું. ત્યારબાદ ગૌણ સેવા આયોગના અધિકારીઓને જાણ કરતા તેમને જણાવ્યું હતું કે અમોએ તમામ બંચ તપાસ કર્યા બાદ જ આપેલા.. ત્યારબાદ પરીક્ષાર્થીઓ પ્રિન્સીપાલ પાસે આ બાબતે લેખિતમાં જવાબ લેવા જતા તેમણે પ્રૂફ સાથે ચેડાં કર્યા જે સીસીટીવી માં આવેલ છે.
આ બાબત ગુજરાત રાજ્યમાં પહેલીવાર બની નથી થોડા સમય અગાઉ લોકરક્ષક દળનીપરીક્ષાનું પેપર લીક થઇ જતા પરીક્ષા રદ કરવી પડી હતી .. આ ઘટનામાં ગૌણ સેવા આયોગ, કોલેજના પ્રિન્સીપાલ તેમજ ગુજરાત સરકારની ભૂમિકા શંકાના ઘેરામાં દેખાઈ આવે છે. પોરબંદર જીલ્લા એન એસ યુ આઈ એ એવી માંગણી પણ કરી હતી કે આવી મોટી બેદરકારી તેમજ ગુજરાતને કલંકિત કરનારી ઘટના થઇ છે ત્યારે આ ઘટનાની વહેલી તકે નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડક સજા ફટકારી પરીક્ષાર્થીઓ સાથે ન્યાય કરવામાં આવે.

જુઓ આ વિડીયો