Saturday, September 24, 2022

|| तुम रक्षक काहू को डरना ||

લાયન્સ ક્લબ પોરબંદર ની 2021-22 વર્ષ ની અંતીમ પારિવારીક મીટીંગ નું આયોજન કરાયું

પોરબંદર

તારીખ ૨૫/૬/૨૦૨૨ ના શનીવાર ના રોજ બિરલા હોલ ખાતે લાયન વર્ષ ૨૦૨૨-૨૩ ની છેલ્લી જનરલ પારિવારિક જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રમુખ પંકજ ચંદારાણા ના યુવા નેતૃત્વ મા લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા વર્ષ દરમ્યાન અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવેલી,અને દરેક માસ મા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવેલા

આ મીટીંગ મા સંગીત ની સુરાવલી સાથે લાઇવ ઓરકેષ્ટ્રા સાથે બધા મિત્રો ને રાઉન્ડ ટેબલ સાથે વાતાનુકુલ બિરલા હોલ ખાતે ભોજન નો સુમધુર આનંદ માણેલ.આ પારિવારીક મિટિંગમાં ખારવા સમાજ ના વાણોટ અને લાયન્સ કલબ પોરબંદર ના મેમ્બર લાયન પવનભાઈ શિયાળ તથા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ના પ્રમુખ અનીલભાઈ,ચેમ્બર પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા,જેસીઆઈ ના લાખણશી ગોરાણીયા જેવા મહાનુભાવો એ હાજરી આપી હતી,ત્યારબાદ વર્ષ દરમ્યાન ક્લબ માટે વિશેષ સહયોગ આપનાર મિત્રો ને પ્રેસિડેન્ટસિયલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ.

જેમાં pdg લાયન વિનોદભાઈ દત્તાણી,pdg લાયન સુરેશભાઈ કોઠારી,લાયન ડોક્ટર સુરેશભાઈ ગાંધી,અને લાયન વ્રજલાલ સામાણી ને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવેલ,સેકન્ડ vdg લાયન હિરલબા જાડેજા,લાયન રાજેશભાઈ લાખાણી,લાયન જયેન્દ્રભાઈ હાથી,લાયન સુભાષભાઈ ઠકકરાર,લાયન જીતેશભાઈ રાયઠઠા,લાયન દિપકભાઇ લાખાણી,લાયન ભુપેન્દ્રભાઈ દાસાણી,જોઈટ સેક્રેટરી લાયન નિધિશાહ મોઢવાડીયા,સેક્રેટરી લાયન કેતન હિન્ડોચા,ટ્રેઝરર લાયન હિરેન પોપટ,કીર્તિભાઈ થાનકી તથા બીજા મિત્રો ને એવોર્ડ આપવામાં આવેલ,પ્રમુખ લાયન પંકજ ચંદારાણા ને વર્ષ દરમિયાન ખૂબ સાથ સહકાર આપવા બદલ દરેક મિત્રો નો આભાર વ્યક્ત હર્ષ અને ગૌરવ ની લાગણી સાથે બધા મિત્રો પ્રેસીડેન્શીયલ એવૉર્ડ થી નવાજવામાં આવ્યા.આ સાથે આ મિટિંગમાં ૧૮૦ લાયન્સ સભ્યો હાજર રહ્યા તેવું લાયન્સ પ્રમુખ પંકજ ચંદારાણા જણાવ્યું હતું.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે