પોરબંદર અને આસપાસ ના જળપલ્લવિત વિસ્તારો  માં દર વરસે શિયાળા ના સમય માં  લાખો ની સંખ્યા માં વિદેશી પક્ષીઓ નું આગમન થાય છે ત્યારે પોરબંદર ની મોકર સાગર કમિટી દ્વારા આ વખતે પણ આ પક્ષીઓ અંગે સર્વે હાથ ધરાયો હતો

પોરબંદર ની મોકરસાગર કમિટી ના ધવલભાઈ વારગીયા અને તેમની ટીમ દ્વારા દર  વરસ ની જેમ આ વરસે  પણ  શિયાળા ના સમય માં પક્ષીઓ અને વેટલેન્ડ અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં પોરબંદર ના વિવિધ જળાશયો જેવા કે મોકરસાગર ,છાયા, કર્લી ,વનાણા ,અમીપુર ,મેઢાક્રિક ,બરડા સાગર માં છીછરા પાણી માં ઘણા યાયાવર પક્ષીઓ જોવા મળ્યા છે મોકર સાગર માં લાખો ની સંખ્યા માં અંદાજીત ૮૦ થી વધુ જાતી ના પક્ષીઓ નોંધાયા છે તો કુછડી માં શિયાળા ની શરુઆત માં હજારો ફ્લેમિન્ગો પક્ષી હતા પરંતુ ત્યાં પાણી સુકાઈ જતા  હાલ આ પક્ષીઓ છાયા રણ માં જોવા મળે છે આ વખતે કુછડી માં તો નીલશિરનામની દુર્લભ ગણાતી બતક પણ જોવા મળી છે મેઢાક્રિક માં પણ છીછરું અને ઊંડું પાણી હોવાથી ત્યાં બધા પક્ષીઓ ને આશરો મળી રહે છે પોરબંદર ના અન્ય જળાશયો જયારે સુકાઈ જાય છે ત્યારે પક્ષીઓ ને મોકરસાગર અને મેઢાક્રિક આશરો આપે છે છાયા રણ માં પણ ફ્લેમિંગો દેખાય છે પરંતુ આ પક્ષી એક થી વધુ વેટલેન્ડ પરઆધારિત હોવાથી તેની સંખ્યા માં વધારો –ઘટાડો દેખાય છે માધવપુર હાઈવે પર છાયા પાલિકા એ બનાવેલ નવી ચોપાટી નજીક આ વરસે નવું વેટલેન્ડ બન્યું છે જ્યાં ૩૦ થી વધુ જાતી ના પક્ષી દેખાયા છે તો જાવર અને સુભાષનગર વિસ્તાર માં ગલ (ઘોમડા)અને ટર્ન(વા બગલી)પક્ષીઓ જોવા મળે છે ઘેડ વિસ્તાર અને મોકર સાગર થી અમીપુર સુધી ના વિસ્તાર માં કુંજ પક્ષી મોટી સંખ્યા માં જોવા મળે છે

પોરબંદરના ગોસાબારાથી મોકર સુધીના આ વિસ્તારનું વાતાવરણ ખોરાક અને રહેઠાણ માટે પક્ષીઓને ખુબ જ અનુકુળ છે. ગ્રાસલેન્ડ પણ અહીંયા હોવાથી ઘાંસની અંદર અનેક પક્ષીઓ માળા બનાવી શકે છે ઓકટોબરથી માર્ચ સુધીના સમયગાળા દરમિયાન અહીંયા લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઉમટે છે.

 

Advertisement