પોરબંદર

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં મતદારો ખાસ કરીને યુવા વર્ગમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી અને ટીમ દ્રારા વિવિધ કોલેજો તથા સંસ્થાઓમાં શહેરી તથા ગ્રામિણ વિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત પોરબંદર જિલ્લાના રાણા ખીરસરા ગામે મતદારોમા મતદાન પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી વિધાર્થીઓએ સાયકલ રેલી યોજી હતી. આ ઉપરાંત રાણા ખીરસરા ગામે આવેલા વૃધ્ધાશ્રમમા નિવાસ કરતા વડીલોએ પણ મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવાની સાથે અન્યને મતદાન કરવા પ્રેરણા પણ પુરી પાડી હતી. મતદાર જાગૃતિ વિષયક આ કામગીરીનું સંકલન સ્વેપ નોડલ અધિકારી કાશમીરાબેન સાવંત તથા મદદનીશ સ્વેપ નોડલ એસ.એચ.સોની દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Advertisement
Advertisement