પોરબંદર
પોરબંદર જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા આપેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ દ્વારા એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. બી.એસ.ઝાલા તથા વી.આર.ચોસલા તથા સ્ટાફના હેડ કોન્સ. સી.ટી.પટેલ તથા જે.પી.મોઢવાડિયા તથા યુ.કે.વરૂ તથા પો.કોન્સ. હિમાંશુભાઈ વાલાભાઈ, સંજયભાઈ વાલાભાઈ,સરમણભાઈ દેવાયતભાઈ, જયમલભાઈ સામતભાઈ, પરબતભાઇ લક્ષ્મણભાઈ, મેરામણભાઇ ભીમશીભાઈ વગેરે સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન હેડ કોન્સ. જે.પી.મોઢવાડિયા તથા જયમલભાઈ સામતભાઈ ને બાતમી રાહે હકીકત મળેલ કે રાણાવાવ જરડી સીમ વિસ્તારમાં રહેતો લખમણ દુદાભાઈ ઓડેદરા પોતાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે ઈન્ગલીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં મજકુર ઈસમ ઘરે હાજર હોય જેને સાથે રાખી ઝડતી કરતા ઢાળીયામાંથી Mc Dowels Super Whiskey 750 ml ની બોટલ નંગ-૮૪ કિ.રૂ.૪૧૧૬૦/- તથા Royal Challenge Classic Whiskey ની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૪૯૯૨૦/- મળી કુલ બોટલ નંગ-૧૮૦ કુલ કિંમત રૂ.૯૧,૦૮૦/- નો ઈન્ગલીશ દારૂનો જથ્થો મળી આવતાં મજકુરને ઝડપી પાડી રાણાવાવ પોલીસ દ્વારા ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement