પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

રાણાવાવ માં એક જ પ્રકાર ના ગુન્હા આચરતા આરોપી ના જામીન નામંજૂર કર્યા છે
રાણાવાવ પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ના ગુન્હા ના આરોપી રૈયા જીવા ગુરગુટીયા (રહે.આદિત્યાણા) વાળા વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે.માં ઉપરોક્ત પ્રોહીબીશનનો (દારૂનો) ગુન્હો રજી.થતા મજકુરને રાણાવાવ કોર્ટમાં પોલીસ દ્રારા પ્રોડ્કશન સાથે રજુ કરતા રાણાવાવ કોર્ટના સરકારી વકિલ જયેશભાઇ ઓડેદરાએ મજકુર આરોપી વિરૂધ્ધ નામદાર કોર્ટમાં પોલીસ તરફે થી ધારદાર દલિલો કરી મજકુરને ઉપરોક્ત ગુન્હાના કામે જામીન નામંજુર કરાવેલ.

તેમજ વધુમાં સરકાર તરફે વકિલ જયેશભાઇ ઓડેદરા દ્રારા નામદાર કોર્ટમાં એવી દલિલ કરવામાં આવેલ કે, મજકુર આરોપીએ અગાઉ પણ પ્રોહીબીશનના (દારૂના) ગુન્હાઓ કરેલ છે.જે ગુ્ન્હામાં મજકુરને શરતોને આધિન જામીન પર મુક્ત થયેલ હોય પરંતુ મજુકર આરોપી પોતાનો દારૂનો વ્યવસાય બંધ ન કરી અવાર નવાર આવા ગુન્હાઓ આચરતો રહેલ હોય.જેથી નામદાર કોર્ટે મજુકરને શરતોને આધિન જામીન પર મુક્ત કરેલ છે.જે શરતોનો ભંગ કરી મજકુરને કાયદાનુ ભાન કરાવવા માટે અગાઉ આચરેલ પાંચ ગુન્હાના જામીન પણ રદ કરવા જોઇએ.જેવી ધારદાર દલિલ નામદાર કોર્ટે ગાહ્ય રાખી મજકુર આરોપી રૈયા જીવા ગુરગુટીયા ના અગાઉ ના પાંચ ગુન્હાના જામીન રદ કરી મજકુરને તમામ ગુન્હાના કામે નામદાર રાણાવાવ કોર્ટ દ્રારા જેલ વોરંટ ભરી મજકુરને પોરબંદર ખાસ જેલ હવાલે કરેલ છે. તેમજ સરકાર તરફે ધારદાર  દલિલો કરી આવા ગુન્હા આચરતા આરોપીને જેલ હવાલે કરી કાયદાનુ ભાન કરાવેલ છે.

Advertisement