પોરબંદર
રાણાવાવ પંથક ના એક ફોરેસ્ટ ગાર્ડ દ્વારા એક શ્રમિક મહિલા સાથે જબરદસ્તી શારીરિક સબંધ બાંધી અને તેનો વિડીયો ઉતારી વારંવાર પરેશાન કરવામાં આવતા મહિલા એ અભયમ ની મદદ માંગી હતી આથી અભયમ ની ટીમ દ્વારા તેને મદદ કરી અને આગળ ની કાર્યવાહી માટે પોલીસ ને સોપતા પોલીસે આરોપી વિરુધ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

 

 

 

 

 

ગઈ કાલે પોરબંદર અભયમ મહિલા હેલ્પલાઇન ને એક કોલ આવ્યો હતો કે વન વિભાગ માં મજૂરી કામ કરતી એક ૨૮ વર્ષીય શ્રમિક મહિલા ને ફોરેસ્ટ બીટ ગાર્ડ દ્વારા જાતિય સતામણી કરવામાં આવે છે તેથી અભયમ મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર પ્રિયંકા ચાવડા પોલીસ કોન્સ્ટેબલ અંજનાબેન ગોહેલ અને પાઇલોટ કિશનભાઈને સાથે રાખી તુરંત ઘટના સ્થળ પર પહોંચી મહિલા ને રૂબરૂ મળીને કાઉન્સેલીગ કર્યું હતું જેમાં મહિલા એ એવું જણાવ્યું હતું કે એક ફોરેસ્ટ ગાર્ડ તેની સાથે કામ ના સ્થળ પર જાતિય સતામણી કરે છે અને તેમની સાથે આ ઘટના બે-ત્રણ માસ થી થાય છે જેમાં ફોરેસ્ટ ગાર્ડ દ્વારા તેની સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધી તેનો વિડીયો ઉતાર્યો હતો અને ફોટા પાડ્યા હતા અને આ બાબત ની જાણ અન્ય કોઈને કરશે તો તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેને કામ પર થી બહાર પણ જવા દેતો ન હતો આથી પિડિતા મહિલા ના એક સંબંધિ ત્યાં કામ પર આવતા હતા તેને જણાવી જેમ તેમ કરી આ શ્રમિક મહિલા ભાગી અને રોડ પર આવી હતી અને ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં કોલ કરી મદદ માંગી હતી અને ૧૮૧ ટીમ દ્વારા પીડિતા મહિલા નુ કાઉન્સેલીંગ કરી અને કાયદાકીય માહિતી આપી હતી અને પીડિતાને ન્યાય મળે તે માટે પોલીસ ફરિયાદ કરવી હોવાથી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવી હતી જ્યાં તેણે ફોરેસ્ટગાર્ડ સાગર આહીર (રે રાણા કંડોરણા )સામે પોલીસ ફરિયાદ લખાવી છે જેમાં સાગર આહિરે તેની સાથે ત્રણ વખત ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ માં જ બળાત્કાર કરી અને કોઈ ને જાણ કરી તો પીડિત મહિલા તથા તેના બાળકો ને મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ફોરેસ્ટ ગાર્ડ નો ફાઈલ ફોટો
Advertisement