પોરબંદર

આજરોજ પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તથા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ LCB PI એચ.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધવા સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ. રવિન્દ્રભાઇ ચાંઉને મળેલ ચોકક્સ હકીકત આધારે રાણાવાવ પોરબંદર બાયપાસ રોડ ઉપર થી બે શંકાસ્પદ ઇસમો એક મોટરસાયકલ સાથે મળી આવતા તેના નામઠામ પુછતા (૧) અકરમ ઉર્ફે હકો કાસમભાઇ જોખીયા સંધી ગામેતી ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.રાણાવાવ મોતીચોક તા.જી.પોરબંદર હાલ જામનગર ખોડીયાર કોલોની સત્યમ કોલોની આવાસ રોડ પાસે તથા (ર) દિપક રમેશભાઇ વાળા વાલ્મિકી ઉ.વ.૨૫ ધંધો-સફાયકામ રહે.રાજકોટ પેડક રોડ સેટેલાઇટ ચોક આવાસના કર્વાટર એ-બ્લોક ના ચોથામાળે વાળો હોવાનું જણાવેલ તેઓ પાસેથી *રોકડા રૂપીયા ૧૪૦૦૦/- તથા જુનવાણી સીકકા જેમા ૨૦ પૈસા ના દરના જુનવાણી સીકકા નંગ-૪૫ તથા ૫૦ પૈસાના દરના જુનવાણી સીકકા નંગ-૯૭ તથા ૫ ના દરના સીકકા નંગ-૧૦ તથા બે સોનાના જુનવાણી પાટલા (ચુડલા) તેમજ એક સોનાની બુટી નંગ-૧ તથા નથડી નંગ-૧ તથા સોનાની સરનો કટકો એક તથા લોખંડનો સળીયો એક મળી આવેલ જે તમામ મુદામાલ બાબતે સઘન પુછપરછ કરતા બન્ને આરોપી તથા તેના સાગરીતો સાથે મળીને આશરે પંદર સતર દિવસ પહેલા રણાવાવ મફતીયાપરા તથા સાત-આઠ દિવસ પહેલા રાણાવાવ મોતીચોક પાસે ના મકાન માંથી ચોરી કરેલ તેનો હોવાનું જણાવેલ જેથી બન્ને આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ આ બાબતે રાણાવાવ પો.સ્ટે. માં ગુ.ર.નં. ૦૫/૨૦૧૯ તથા ફ.૦૮/૨૦૧૯ ઇપોકો ક.૪૫૭,૩૮૦ મુજબના બન્ને ગુન્હાઓ ડિટેક્ટ કરેલ છે. તેમજ તેની પાસેના હીરો હોન્ડા સ્પેલેન્ડર મોટરસાયકલ બાબતે પુછતા આજથી આશરે વીસેક દિવસ પહેલા તેના એક મિત્રએ ચોરી કરી વેચવા માંટે આપી ગયેલાનું જણાવેલ છે. જે બાબતે જામનગર સીટી સી ડિવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ફ.૧૪/૨૦૧૯ ઇપોકો ક.૩૭૯ મુજબ નો ગુન્હો નોંધાયેલ છે.આરોપીઓ ની વધુ સઘન પુછપરછ દરમ્યાન આરોપી અકરમ ઉર્ફે હકો કાસમભાઇ જોખીયા એ નીચે મુજબની ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
(૧)મે આજથી આઠેક માસ પહેલા રાણાવાવ મોતીચોકમા રહેતા અમીન ખોજાના મકાન માંથી રોકડા રૂ.૭૦૦૦/- કાઢી લીધેલ હતા કરેલ હતી. (૨)આજથી દોઢેક વર્ષ પહેલા મનાભાઇ ભંગારીયા રહે.રાણાવાવ વાળાના હોન્ડામાથી સાદો મોબાઇલ કાઢી લીધેલ હતો (૩)આજથી પાંચેક વર્ષ પહેલા રાત્રીના અગીયારેક વાગ્યે ભણગોર ગામ બાયપાસ પાસે આવેલ પંચરની દુકાનમાથી રૂ.૧૩૦૦/- કાઢી લીધેલ હતા. (૪) આજથી અઢી વર્ષ પહેલા બેડી ગામે આવલ કંસસુમરા કારખાનામાથી ભંગાર કાઢી લીધેલ હતો. (૫) આજથી એક વર્ષ પહેલા ડીફેન્સ કોલોની જામનગર પાસે આવેલ બીહારીના ઝુપડામા થી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કાઢી લીધેલ હતો. (૬)આજથી એક વર્ષ પહેલા હરીશભાઇ એરફોર્સમા આવલ ત્રીજા નંબરની રાશનની દુકાનમાથી રાશન કાઢી લીધેલ હતુ. (૭)આજથી દોઢ બે વર્ષ પહેલા એરફોર્સ જામનગરમા આવેલ પહેલી સાયકલની દુકાનમાથી રૂ.૭૦૦૦૦/- મે તથા જયેશ માતંગે તથા લંધા એ કાઢેલ હતા. (૮)આજથી અઢી મહીના પહેલા રાણાવાવ હનુમાનગઢ રોડથી આગળ હનુમાગઢ ગામ ટ્રકમાથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન એક કાઢી લીધેલ હતો. (૯) આજથી છ મહિના પહેલા જામનગર આવાસ રોડ પાસે આવેલ ઝુપડામાથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન એક કાઢી લીધેલ હતો. (૧૦) આજથી બેએક વર્ષ પહેલા રાજકોટ કાલાવડ રોડ ઉપર મે તથા જયેશ માતંગે એમ.પી.ના મજુરને મારી ને રૂ.૭૦૦/- લીધેલ હતા. (૧૧) આજથી આઠેક માસ પહેલા રાણાવાવ બસસ્ટેન્ડ પાછળ મંજુબહેનના મકાન માંથી સોનાના દાગીના કાઢેલ તેમા રાણાવાવનો મુનીયો ઘુડ તથા ટીભલાએ કાઢેલ હતાની હકીકત જણાવેલ છે.

Advertisement